Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 4
________________ ૫૬૯ રાગ-દ્વેષ એક જ સિક્કાની બે બાજુ છે આખરે વિચારીએ કે રાગ-દ્વેષ શું છે? શું અલગ-અલગ જુદી જુદી વસ્તુ છે? ના, મોહનીય કર્મરૂપી એક સિક્કાની બે બાજુ છે, બે છાપ છે. મેહ કર્મરૂપી એક સિકકો છે. સિક્કાની આગળની છાપ રાગની છે અને તેની પાછળ બીજી બાજુ દ્વેષની છાપ છે. સિક્કાને ઉછાળીએ ત્યારે ઉછળતા સિક્કાની બંને બાજુની છાપ ગેળ–ળ ફરે છે. તે સિક ફરતે–ફરતે જ્યારે જમીન ઉપર પડશે ત્યારે કઈ પણ બાજુની છાપ ઉપર રહેશે અને બીજી બાજુની છાપ નીચે રહેશે એટલે કે દબાઈ જશે તેવી જ રીતે મોહ કર્મ જીવને ઉછાળે છે, પાડે છે, ભટકાવે છે, જીવના પડવાના સમયે કઈ છાપ ઉપર રહેશે? રાગની કે દ્વેષની? ત્યારે સમજવું કે રાગે અથવા ઢષે પતન કર્યું છે. જેટલો શગ ભયંકર છે તેનાથી દ્વેષ અંશ માત્ર પણ ઓછો ભયંકર નથી. આખરે દ્વેષ છે શું? રાગનું જ બદલાયેલું સ્વરૂપ છે. રાગમાંથી જ ઉત્પન્ન થયેલી અવસ્થા છે. આ તે વિષચક ચાલી રહ્યું છે. રાગ ઘણીવાર શ્રેષમાં પરિણામ પામે છે તે કયારેક-કયારેક ઠેષ પણ રાગમાં પરિણામ પામે છે. ગાડીનું પૈડું કેવી રીતે ચાલે છે? મશીનનું ચક કેવી રીતે ચાલે છે? તેવી જ રીતે રાગ-દ્વેષ રૂપી બે પૈડાની ગાડીમાં જે સવારી કરી રહ્યા છે અને આશ્ચર્ય તો એ વાતનું છે કે રાગ-દ્વેષ રૂપી બે પૈડાની ગાડીમાં અથવા [ ઘેડા ઉપર બેસીને જઈ રહ્યા છે તે પણ લગામ પિતાના હાથમાં નથી. ગાડીનું સ્ટીયરિંગ પોતાના હાથમાં નથી. દિશાશૂન્ય રિથતિમાં ચાલી રહ્યા છે. રાગનું શ્રેષમાં પરિવર્તન એક યુવાનને કોઈ રૂપવતી સ્ત્રી ઉપર રાગ થઈ ગયે. બંને વચ્ચે પ્રેમ એટલે વધી ગયે કે એકબીજા વગર પાણી પીવા પણ તૈયાર નથી, અને જુદા રહેવું તે અશકય જ બની ગયું હતું. કેઈપણ રીતે બે વર્ષ તે પસાર કર્યા. પરંતુ પિતાએ લગ્નની અનુમતિ ન આપી. તેથી બનેએ પોતપોતાના મા-બાપને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હે પિતાજી! જે તમે રજા નહીં આપે તો અમે આત્મહત્યા કરી લઈશું. પરંતુ બીજા કોઈની સાથે તે લગ્ન કયારેય નહીં કરીએ, મરી જવાનું મંજૂર (પસંદ) છે પરંતુ અમારે પ્રેમ તોડ નથી. આખરે રાગની તીવ્ર કક્ષા જોઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42