Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 28
________________ ૫૩ પણ એક માત્ર અડગ શ્રદ્ધાથી અનન્ય ભક્તિ કરતાં સમ્રાટ શ્રેણિકે વિશસ્થાનક પદની ભાવપૂર્વક આરાધના કરીને જનભક્તિના માધ્યમથી તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું હતું. એટલે કે આગામી જન્મમાં તીર્થ કર બનવાનું સર્વોત્કૃષ્ટ લોકેત્તર પુણ્ય પેદા કર્યું હતું. આવા મહાન પવિત્ર ધર્મશ્રદ્ધામય જીવનના સ્વામી સમ્રાટ શ્રેણિકને કેણિક નામે એક છોકરો હતે. (જો કે તેનું મૂળ નામ તે અશોકચંદ્ર હતું, પરંતુ પ્રસિદ્ધ નામ કેણિક હતું.) અભયકુમાર પણ શ્રેણિકને જ પુત્ર હતા. અત્યંત બુદ્ધિને ભંડાર એવો શ્રેષ્ઠ પુત્ર હતો. રાજા શ્રેણિક અભયકુમારને રાજ્ય આપવા ઈચ્છતા હતાં પરંતુ તેણે દીક્ષા લીધી. તેથી કેણિકને રાજ્ય ન છૂટકે આપવું પડયું હતું. શ્રેણિક રાજા પોતાના તરફથી રાજય આપવાની યોજના વિચારી જ રહ્યા હતા. છતાં પણ કેણિકને એવું લાગ્યું કે હજી સુધી પિતાજી રાજ્ય કેમ સેપી રહ્યા નથી? જે પિતાજી નહીં આપે તે હું મારા ભુજબળથી છીનવી લઈશ. કેણિક આ રીતની જના વિચારી અને કાલાદિને પણ પિતાના પક્ષમાં લઈ લીધા. ગુપ્ત મંત્રણા કરીને પોતાના વૃદ્ધ પિતાને દોરડાથી બાંધી દીધા. હાથ-પગ વગેરે કચકચાવીને જેલમાં નાંખી દીધા. અને પોતે પોતાની મેળે રાજ્ય પર ચડી બેઠે. જ્ઞાની મહર્ષિઓએ સ્પષ્ટ કહ્યું છે કે રાગના બધા નિમિત્તો દ્વેષના પણ નિમિત્ત બને છે. ધન-સંપત્તિ, પુત્ર–પની–પરિવાર, રાજ્ય, ખજાનો, માલમિલ્કત, અશ્વર્ય-વિષય–ભેગ વિલાસ વગેરે અનેક પદાર્થો પણ ઠેષના નિમિત્ત બને છે. અહીં રાજ્યના લેવિશ પુત્ર જ પિતાને વરી બન્યા અને જેલમાં પૂર્યા. એટલું જ નહીં, દરરોજ સવારસાંજ દિવસમાં બે વાર સે–સે ચાબૂક મારતા હતા. પોતાના વૃદ્ધ પિતાને એટલે તીવ્ર ત્રાસ આપતો હતો કે જેની કઈ હદ નહેતી. પરંતુ શ્રેણિક રાજાની સ્થિતિ જુદી હતી. જેલર કેદીને મારવા માટે સનનન...સનનન કરીને એક એક ફટકો મારી રહ્યો છે. ૫૦–૧૫ ફટકા થયા. તે થાકીને આરામ કરવા બેઠે છે. મગધનાથ શ્રેણિક સમ્રાટ કહે છે, ઉઠ, ઉઠાવ તારું હંટર અને ફટકો પૂરા કર એટલે તારી ફરજ પૂરી થાય. પેલે ઉઠતે નથી ત્યારે શ્રેણિક રાજા અટ્ટહાસ્ય. કરે છે. કેમ? થાકી ગયે? હા, બરોબર છે. તું માર મારતાં થાકે અને હું માર ખાતાં પણ ન થાકું ! કારણકે તું કેણિકને સેવક છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42