Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 40
________________ ૬૦૫ દ્વેષ શમનને વધુ વ્યાપક ઉપાય જ્યારે બીજાના દોષ દર્શનથી હૈદ્ઘાટન થતું હોય ત્યારે ત્યારે 'વિચારવું કે સર્વે જ કર્મને વશ છે. આ પણ તેનું અસલી સ્વરૂપ નથી. કર્મના સંગોથી ઘડાયેલું ઔદયિક ભાવનું સ્વરૂપ છે. આ તે તે જીવોની પરિસ્થિતિ છે સ્થિતિ નથી. અને જીવ હંમેશા પરિસ્થિતિને માફ કરી શકે છે. દા. ત. તમારા કેઈ ધનિક મિત્ર પાસે પૈસાનું પાકીટ ભૂલી ગયા હોવાથી પૈસા નથી અને ૨૦૦ રૂા. ઉધાર માંગે છે. તે તમે ચોક્કસ આપી શકશો કારણ કે પૈસા ન હોવા એ અત્યારની પરિસ્થિતિ છે, સ્થિતિ નથી. બસ તેવી જ રીતે જીવે છે જે અનુચિત વર્તન કરે છે. તે તે તેની કર્મજન્ય પરિસ્થિતિ છે. અંતિમ સ્થિતિ નથી. બસ આ રીતે સર્વ ની શુદ્ધ ચૈતન્ય દશાને લક્ષ્યમાં રાખીએ તે બધા ગુના માફ કરી શકાય તેમ છે. આજ દિવસ સુધી જેટલા મહાપુરુષે મોક્ષમાં ગયા છે. તેમણે બધાએ પિતાના દોષને શુદ્ધ કર્યા છે. સમતાની ઉપાસના કરી છે. જાતને સુધારવી સરળ છે. જગતને આકાર આપવો કઠણ છે અને જે જાતે જ સમતાની ઉપાસના કરી લે તે તેના મીઠા ફળ તમને અવશ્ય ખાવા મળે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાને કમઠના દ્વેષની સામે તથા સમરાદિત્યે ગિરિષેણ (અગ્નિશર્મા)ની સામે સમતા ક્ષમાભાવના જ રાખી હતી. ગજસુકુમાલ મુનિ, મેતારજ મુનિ વગેરે સર્વે જીવોએ પિતાના દ્વેષીની સામે ક્ષમાનું શસ્ત્ર ધારણ કર્યું હતું તે તેઓ બધા મેક્ષમાં ગયા અને તે જ મહાપુરુષે આપણને પણ મોક્ષમાં જવા માટે સમતા ક્ષમા પ્રેમ, કરૂણ અને ગુણાનુરાગને રાજમાર્ગ બતાવતા ગયા કે અંતે તે આજ રાજમાર્ગ ઉપર ચાલીને આપણે સૌ એ ક્ષે જવાનું છે. આજ મોક્ષ માગ છે. રાગ દ્વેષ તે ભવ વૃદ્ધિ-સંસાર વૃદ્ધિને માર્ગ છે. પ્રાંતે સર્વ જીવે ક્ષમા, સમતા, પ્રેમ, કરૂણા, ગુણાનુરાગ કૃતજ્ઞતા સરળતા, સંતેષ રૂપ મોક્ષમાર્ગ ઉપર ચાલીને રાગ દ્વેષ, ઈર્ષ્યા, અસૂયા, અભિમાન વિગેરેને છેડીને પરમધામ એવા મોક્ષના અધિષ્ઠાતા બને. સિદ્ધશીલા ઉપર બિરાજમાન થાય એ જ શુભ મનોકામના શુભ ભવતુ... જેન જયતિ શાશનમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42