Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 21
________________ ૫૮૬ કમઠ નામને દરિદ્ર તરીકે જન્મ લીધે. તાપસી દીક્ષા લઈને સન્યાસી તાપસ બચે. તે એક દિવસ જ્યાં પંચાગ્નિ તપ કરી રહ્યો હતો, ત્યાં પાશ્વકુમાર ઘેડા ઉપર બેસીને આવ્યા. ત્યાં સાપને અગ્નિમાં બળતો જોઈને ત્રાસ પામ્યા, એને બહાર કઢાવ્યો. શ્રી નમસ્કાર મહામંત્રનું સમરણ કરાવ્યું અને સાપ મરીને નાગરાજ ધરણેન્દ્ર બન્યું. કમઠને ઉપદેશ આપે, પણ તેમાં તેને પોતાની જાતનું અપમાન થયું સમજી તે જંગલમાં નાસી ગયો. મરીને મેઘમાળી વ્યંતર થયે. પ્રભુ દીક્ષા લઈને કાર્યોત્સર્ગ ધ્યાનમાં સ્થિર ઉભા હતા. ત્યાં આ દુટ મેધમાળીએ પાર્શ્વનાથ પ્રભુ ઉપર ઉપસર્ગ કર્યો. ઘણું પાણી વરસાવ્યું. ધરણેન્દ્ર અવધિજ્ઞાનથી પ્રભુને આ ઉપસર્ગ જાણું નીચે આવે છે પ્રભુની ઉપર ફણાનું છત્ર કરી પાણીને નાસિકાથી આગળ વધતાં અટકાવે છે અને પછી પ્રભુને પૂજી સ્તુતિ કરે છે. આ જોઈ મેધમાળી પિતાના પાપથી ધ્રુજી ઉઠ. ધરણેન્દ્ર સજા કરશે એ ભાવે ડરીને શ્રી પાર્શ્વનાથ ભગ વાનનું શરણ સ્વીકારે છે અને જન્મ જનમના પાપની ક્ષમાયાચના. કરે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ કેવળજ્ઞાન મેળવીને તીર્થકર થઈને મેક્ષમાં ગયા અને કમઠની વૈર પરંપરાને અંત આવ્યો. આ દષ્ટાંતથી નક્કી કરવાનું કે કંઈપણ જીવ જોડે દ્વેષના અનુબંધ ટકાવવા નહીં. વૃત્તિની અંદર દ્વેષનું અસ્તિત્વ હશે. તે પ્રવૃત્તિની અંદર એકકસ ડેકીમાં કરશે. એટલે વૃત્તિની અંદર રહેલા ષનું વિલીનીકરણ કરવું જોઈએ. એ માટે જીવને તેના શુદ્ધ વરૂપમાં જોતાં શીખવું જરૂરી છે. સિદ્ધના સાધર્મિક એવા સર્વ જીના અસલી સ્વરૂપને જોઈએ તે રાગ-દ્વેષ બંને ઓગળી જશે. સમરાદિત્ય ચરિત્રમાં અગ્નિશર્મા અને ગુણસેનના ટૌરવમનસ્યની ભવ પરંપરા પૂજ્ય યામિનિ મહાતરાસુનુ હરિભદ્રસૂરી મહારાજાએ સમયદિત્ય ચરિત્ર ગ્રંથ લખ્યો છે. જેમાં પહેલાં જમના બે મિત્રોની ચાલી આવતી નવ નવ ની વૈર પરંપરાનું આશ્ચર્યકારી વર્ણન કર્યું છે. ગુણસેન રાજપુત્ર છે અને અગ્નિશર્મા પુરોહિત પુત્ર છે. કમસંગને વશ અગ્નિશમને ઊંટના અઢાર અંગોની જેમ વાંકુ ચુંકુ, વિચિત્ર બેડોળ કદરૂપુ શરીર મળ્યું હતું. જેને જેવાથી પણ છોકરાઓને કૌતુક થતું. તેની ચાલ પણ લેકોને હાસ્યાસ્પદ બનતી. વિનોદી સ્વભાવવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42