Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ પ૭૫ જેઠાણીને આપતી હતી. આ ક્રમ ચાલતો જ રહ્યો. આખરે આ રહસ્યની દેરાણીને ખબર પડી. દેરાણીએ યુક્તિ વિચારી ઠીક છે, હું જે કાંઈ માંગુ છું તેનાથી - બમણું તેને મળે છે, આથી દેરાણીએ વિચારીને દેવીને કહ્યું–મારી એક આંખ ફોડી નાંખ, કાઢી નાંખ. જેવી દેરાણીની એક આંખ ગઈ તેવી જ ત્યાં જેઠાણની બંને આંખે ચાલી ગઈ. દેરાણીએ વિચાર્યું કે હું તો એક અખથી પણ જોઈ ને જીવન ચલાવી લઈશ (પસાર કરીશ) પરંતુ આંખ વિના અંધારામાં તે શું કરશે? છેવટે જેઠાણીને પોતાની ઈર્ષાને ખ્યાલ આવ્યે અરે રે! આ શું થયું ? આવી ઈર્ષ્યા શા માટે કરવી જોઈએ? સંસારમાં સુખ-દુઃખ તે બધાને પોતપોતાના કર્મ ઉપર આધારિત છે. પિતાના કર્માનુસાર જ જીવ સુખી થાય છે. પોતે જ ઉપાર્જિત કરેલા પુણ્યાનુસાર સુખ-સ પત્તિને જીવ પ્રાપ્ત કરે છે. આથી હે જીવ! ઈર્ષો દ્વેષ કરે જ નહીં. દેરાણું–જેઠાણીની વચ્ચે ઈર્ષ્યા-દ્વેષ - પાંચમું અંગ શ્રી ભગવતી સૂત્રમાં આ પ્રસંગ આવ્યું છે કેએકવાર દેવાનંદા બ્રાહ્મણી ભગવાન મહાવીરને વંદન કરવા સમવસરણમાં ગઈ. ભગવાન મહાવીરનું અદૂભૂત રૂ૫, અને એ પ્રમાણે ઉપદેશ સાંભળીને દેવાનંદા અત્યંત હર્ષિત-આનંદવિભેર થઈ ગઈ. ઘણે આનંદ થયો અને દેવાનંદાના સ્તનમાંથી દૂધ વહેવા લાગ્યું. આ જોઈને ગૌતમ સ્વામીને અત્યંત આશ્ચર્ય થયું. તેણે પ્રભુને પૂછયું – કૃપાળુ! આ શું વાત છે? આનું શું કારણ છે? કરૂણાસાગર વિરપ્રભુએ ફરમાવ્યું કે–હે ગૌતમ! આ તે મારી અમ્મા છે, આ તે મારી માતા છે, પછી ગૌતમે પછયું–હે પ્રભુ! તમે દેવાનંદાની કુક્ષીમાં કયારે પધાયાં? પ્રભુએ પૂર્વે કર્મની વિચિત્રતા બતાવતા કહ્યું કે-મેં ત્રીજા મરીચિના ભવમાં બાંધેલું નીચ ગોત્ર કર્મ અને મારી માતા ત્રિશલાદેવી અને દેવાનંદા બંનેના પૂર્વ જન્મમાં કરેલા કર્મ આ બંને કર્મોના કારણે આવું બન્યું છે. ત્રિશલા દેરાણી હુંતી, દેવાનંદા જેઠાની ! વિષય લેભ કરી કાઈ ન જાયે, કપટ વાત મન આણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42