Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 17
________________ ૫૮૨ તેજોદ્વેષ-કાઈની યશ-કીતિ વધતી હાય, કોઈની માન-પ્રતિષ્ઠા-પ્રસિદ્ધિ વધતી જોઇને જોવાવાળાને સહન ન થાય, મનમાં આગ મળે છે અને તેની બળતરા થાય છે. અરે રે ! આતા મારા નાકર હતા અને આજે પ્રધાન કેવી રીતે બની ગયા? અરે ?! આ તે મારા પડોશી અને પરદેશ કેવી રીતે જઈને આવી ગયા ? અરે ! આ સ્કૂલમાં તેા હુ ંમેશા મારી પાછળ રહેતા હતા. નાપાસ થતા હતા અને આજે ડાકટર કેવી રીતે મની અચે ? અરે ! આ નાની વયમાં વિદ્વાન કેવી રીતે બની ગયા ? આ પ્રકારે કેટલાકને કોઈપણ રૂપમાં કેાઈની આબાદી ચડતી જોઈને તેજોદ્વેષ થાય છે. આવા તેજોદ્વેષના કારણે દ્વેષી તેને ઉતારી પાડવા ઈચ્છે છે, તેનુ પતન કરાવવાને ઈચ્છે છે, તેની બદનામી કરવા ઇચ્છે છે. તેને માટે તે બધું જ કરે છે. તેથી દ્વેષ શુ' નથી કરાવતા ? દ્વેષ અધા પાપ કરાવે છે. દ્વેષને માટે કેાઈ પાપ વર્જ્ય નથી એટલી હદ સુધી કે દ્વેષ વૃત્તિ ખૂન કરાવવા, મારવા પણ તૈયાર હોય છે. આ જ દ્વેષના પાપની ચરમ સીમા છે. ઇર્ષ્યા દ્વેષ . ઈર્ષ્યા દ્વેષનુ વર્ણન તે! પહેલા કર્યુ છે. કાઇના સુખ-સ ́પત્તિ પ્રત્યે જે દ્વેષ થાય છે. તે ઈર્ષ્યા કહેવાય છે. દ્વેષી વ્યક્તિની એક નબળાઈ-મજબૂરી છે કે તે કોઈનું સારું જોઇ નથી શકતા. આથી તે ઈર્ષ્યાળુ કહેવાય છે. ગુણુદ્વેષ કાઈના ગુણે પ્રત્યે જે મત્સર ભાવ થાય છે તે શુદ્વેષ કહેવાય છે. કેાઈના સારા ગુણેા પ્રત્યે, મીઠા-મધુર સ્વભાવ પ્રત્યે કેાઈની પુણ્ય પ્રકૃતિના પ્રત્યે પણ ગુણુદ્વેષની વૃત્તિ કેટલાક માટે થાય છે. જાતીયદ્વેષ જેવી રીતે તિય ચ ગતિમાં પશુ પક્ષીઓમાં જાતીય દ્વેષ હેાય છે. તેવી રીતે મનુષ્યેામાં પણ જાતીય દ્વેષ હોય છે. હિંન્દુ-મુસલમાનામાં વર્ષોથી દ્વેષ વૃત્તિ છે. મુસલમાન હિંદુઓને મારવામાં પુણ્ય માને છે. તેને કાફર કહે છે. આ જાતીય દ્વેષની વૃત્તિ થઈ. વર્ષો વીતી ગયા છતાં આજે પણ કાળી-ગેરી પ્રજામાં દ્વેષ વૃત્તિ છે. આફ્રિકાની કાળી પ્રજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42