Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ સામાઈયમ્મિ ઉકએ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્યા; એએણ કારણેણં, બહુસો સામાઈયં કુક્કા //રા - સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ થઈ હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીસ દોષમાંહી જેકોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. સામાઈય વયજુરો - આ સૂત્રથી સામાયિક પરાય છે, અને જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મોનો નાશ થાય છે, તેમજ શ્રાવક, સાધુના જેવો ગણાય છે, તેથી સામાયિક વારંવાર કરવાનું કહ્યું છે. ૨. વિધિ - અભ્યાસ) વંદનવિધિ (ધાર્મિક અધ્યાપકે આ ક્રિયા કરાવીને વિધિ શીખવવી) ૧. સામાન્ય (ફિટ્ટા) વંદન : ભગવંત કે ગુરુજી સામે બે હાથ જોડી ને મસ્તક નમાવવું તે ૨. પંચાંગ પ્રણિપાત વંદન: - પહેલા બે ખમાસમણ દેવા, પછી ઈચ્છકાર બોલવો. - જો પદવીધર ગુરુજીને વંદન કરતા હો તો ફરી ખમાસમણ દેવું. - પછી અભુટ્ટીઓ ખામવો. સામાયિક લેવાનો વિધિ ૧. પ્રથમ શુદ્ધ વસ્ત્ર પહેરવાં, પછી ચરવળાથી જગ્યા પૂંજી સ્થાપનાજી પધરાવવા અથવા પુસ્તક સાપડા પર મૂકવું, પછી૨. મુહપત્તિ ડાબા હાથમાં રાખી જમણો હાથ સ્થાપનાજી સામે રાખવો. પછી, ૩. નવકાર, પંચિંદિય. કહીને સ્થાપનાજી સ્થાપવા, ૪. પછી એક ખમાસમણ દઈને ઇરિયાવાહિય, તસ્ય ઉત્તરી, અન્નત્થ કહી એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી નો અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો, કાઉસ્સગ્ગ પારીને (નમો અરિહંતાણં કહીને) પ્રગટ લોગસ્સ બોલવો. પછી - (ક્રમ ૪ ની વિધિને ઇરિયાવહી વિધિ કહે છે.) ૫. ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું? ઇચ્છે' કહીને મુહપતિ પડિલેહવી.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 174