________________
ધારણ કરીને તે કન્યાનો હાથ ઝાલીને ગાંગેયને શોપેછે. પછી તે કન્યાપ્રત્યે ભીષ્મ ખોલ્યો:—) ગાંગેય—-હું માતુશ્રી તમે આ થમાં એશો.
એવું ગાંગેયનું બોલવું માન્ય કરીને તરત સત્યવતી રથમાં બેઠી. ત્યારે રથ ચાલવા લાગ્યું અને કેટલાસ્મેક વખતે તે સર્વ પોતાના નગરમાં આવી પહોતા. એ સર્વ વૃત્તાંત પ્રથમથીજ રાજાએ દેવોના મુખથી શાંભલ્યો હતો, એટલામાં સત્યવતીને લઈને ગાંગેય પણ આવ્યો; તેણે તે કન્યા પોતાના પિતા શાંતનુને અર્પણ કરી. તે સમયે જેમ યોગીશ્વર નિાત્માના અનુભવથી પરમાનંદમાં મગ્ન થઈ જાયછે, તેમ તે રાજા અતિ ઉલ્લાસને પામ્યો. તે અતિ પ્રેમને વશ થઇને પ્રથમ પોતાના પુત્ર ભીષ્મને આલિંગન આપ્યું. તે વખતે એવો હર્ષે ઉત્પન્ન થયો કે તેનું વર્ણન તે પોતે પણ કદાચ મુશ્કીલીથી કરી શકે તો બીજાથી તે કેમ થાય! પછી આ પૃથ્વીને વિષે શોભોંનો આક્ષય જે ભીષ્મરૂપ વૃક્ષ, તેને અમૃત દૃષ્ટિરૂપ વૃષ્ટિથી જોઈ પોતાના ખોળામાં ખેરાડીને શાંતનુરાજા ખોલવા લાગ્યો;
શાંતનુરાજા— હે પુત્ર, આ ગતમાં પિતાની આજ્ઞા માન્ય કરનારા સુપુત્રો ચિતજ હોયછે. તેમાં પણ તે આજ્ઞાને યથાર્થ પાળનારા તો કોઈકજ હોયછે. ત્યારે પિતાના મનનો ભાવ ાણીને તેની ઈચ્છા પૂર્ણ કરનારો તારાજેવો પુત્ર કોઈ વિરલો ભાગ્યેજ નીકળે, એવો આ વર્તેમાન સમયમાં તારાજેવો તુંજ છું જેમ છીપમાંથી મોતી નીપજે છે, તેમ તું ગંગાના ઉદ્મરથી ઉત્પન્ન થયોછે, તેમાં એવા શ્રેષ્ઠ ગુણ હોય તે યોગ્યજ છે. માટે હે ભીષ્મ, તારૂં હજાર વર્ષનું આયુષ્ય થાઓ, એવો હું મન:પૂર્વક તને આશીૌઢ આપુંછું. આ કુરૂવંશમાં તું ઘ્વજાની પડે ઉચ્ચ પદ્મીને પામીશ.
એવાં પુત્રપ્રત્યે પ્રેમનાં વચન બોલી શુભમુહૂર્ત્ત જોઇને શાંતનુરાજાઐ સત્યવતીની સાથે વેદવિધિષ્મ લગ્ન કરયું. ઍવી રીતે તારૂણ્યતનવાન રૂપનિધાન સત્યવતી સ્ત્રી શાંતનુ રાજાને મળવાથી ત્રણ પુરૂષાર્થમાંનો કામ પુરૂષાર્થં સાક્ષાત્કૃત્તિમાન થઇને પોતાના સર્વે વૈભવ જાણે રાજાને અર્પણ કરતો હોયની! એમ રાજાને ભાસવા લાગ્યું. સ્ત્રી પરણવાના બે હેતુ હોયછે, એક કામભોગ અને ખીજે પુત્રપ્રાપ્તિ તેઓમાંનો પુત્રપ્રાપ્તિરૂપ રાજાનો ખીન્ને હેતુ તો પ્રથમન પૂર્ણ થયો હતો. માત્ર પહેલો કામભોગરૂપ હેતુ અપૂર્ણ હતો તે આ સ્ત્રીની પ્રાપ્તિથી પૂર્ણ થયો; એટલે રાજાને કાંઈ વાંછા રહી નહી. અને પોતે મહા આનંદમાં રહેવા લાગ્યો. એવા સમયમાં પોતાની પ્રીય પત્નીને ગર્ભ રહ્યો, ને પૂરે માસે પુત્ર પ્રસવ્યો; તે વખતે જે રાજાના આનંદમાં વૃદ્ધિ થઈ તે અકથનીય કહ્યા વિના બીજો ઉપાયજ નથી, તે પુત્રનું નામ ચિત્રાંગદ રાખ્યું. તે ખાલક એવા તો તેજથી દેખાવા લાગ્યો કે, તેની સાંખે કોઈ એકનજર કરી જોઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainulltbrary.org