Book Title: Panch Sangraha Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana View full book textPage 6
________________ ઉ પો દૂ ઘા ત છે તે સર્વે નમઃ આસ્તિક ગણાતા દરેક દર્શને આત્માને માને છે. આત્મા માને એ એક વાત છે અને તે કેવો છે? એ જાણવું એ બીજી વાત છે. આત્માને સ્વીકાર કર્યા છતાં તેનું યથાર્થ સ્વરૂપ સમજવામાં ભલભલા થાપ ખાઈ ગયા છે. ને તે કારણે આત્માને માનવા છતાં ખરેખર ન માનવા જેવી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. જેનદર્શન આત્માનું જે સ્વરૂ સમજાવે છે, તે શ્રદ્ધા અને આગામગપ્પ છે, છતાં આત્મા અગે ઉત્પન થતાં તે તે અનેક પ્રશ્નોનું સુન્દર સમાધાન મા મળે છે. જૈનદર્શન અનુસાર આત્મા છે. આત્મા અનંત છે. આત્માના પ્રદેશ અસંખ્યાત છે. દરેક આત્માનું સ્વરૂપ સમાન છે. નિગદ એ આત્માની અનાદિકાલીન સ્થિતિ છે, ભવિતવ્યતાના બળે આત્મા નિગાદમાંથી નીકળે છે અને ઉત્તરોત્તર આગળ વધે છે. ભવ્ય હોય તે છેવટે મેક્ષ પામે છે. અભવ્ય આત્મા નવ વૈવેયકની ઉપરની દેવગતિ પણ પામી શકતો નથી. અભવ્ય આત્માને સંસાર અનાદિ અનંત છે. ભવ્ય આત્મા જે વ્યવહા૨માં આવેલો છે તેને સંસાર અનાદિ સાત છે સંસારને અંત થયા પછી ફરી સંસારમાં આવવાપણું રહેતું નથી. આત્મપ્રદેશ પ્રકાશની જેમ ઘેડા ક્ષેત્રમાં રહી શકે છે અને પ્રસરી પણ શકે છે. આ ગુલના અસ ખ્યાતમા ભાગથી લઇને સાધિક હજાર એ જનના સૂળભૂત શરીરમાં તે રહે છે. ઉત્તર ક્રિય શરીરની અપેક્ષાએ સાધિક લાખ એજનના શરીરમાં તે રહે છે. સમુદકતની વિચારણાએ ચૌદ રાજ-લેક ક્ષેત્રવ્યાપી પણ બને છે, સામાન્ય રીતે સંસારી આમા સ્વશરીરવ્યાપી છે અને સિદ્ધ આત્મા છેવટે જે શરીર છોડે છે તેના ૨/૩ ભાગ ઘન સ્વરૂપે સદાકાળ રહે છે, આત્માના કેરેક પ્રદેશ વિશુદ્ધ છતાં અનાદિસિદ્ધ વિભાવ-સ્વભાવને કારણે આઠ પ્રદેશ સિવાય પ્રત્યેક પ્રદેશ અવરાએલા રહે છે. જ્યા સુધી જીવ સંસારમાં છે, ત્યાંસુધી એ આવરણ રહ્યા જ કરે છે. જીવ ઉપર આવારણ કરનાર જે દ્રવ્ય છેતેં કમ છે. કર્મ એ અજીવ છે, પુદગલસ્વરૂપ છે. સૂરમ છે. ઉપયોગમાં આવતા પુદગલમાં સર્વથી સૂક્ષ્મ આ કર્મ છે. કમને સ્વીકાર્યા વગર વિજતંત્રની વ્યવસ્થા કેઈ રીતે સંગત થઇ શકતી નથી, દરેક દર્શનમાં કમ-અથવા કમને અનુરૂપ કેઇપણ તત્વ સ્વીકારાયું છે. તે તે તત્વને માન્યા પછી પણ તેની વિચારણામાં થર જઈને દરેક દર્શને અટકી પડયા છે. જ્યારે જૈનદર્શને આ વિષયમાં આજે પણ ખૂબ આગળ છે. કમવિષયક અધ્યયન કરનારને જેનદનનું કસાહિત્ય સાંગોપાંગ વાંચવું હોય તે પણ વર્ષો જોઈએ કર્મનું સ્વરૂપ સમજવા માટે કેટલીક વાતો ખ્યાલમાં રાખવા જેવી છેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 950