Book Title: Panch Pratikramana sutra with Meaning Author(s): Prabhudas Bechardas Parekh Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana View full book textPage 6
________________ લેખકનું વિનમ્ર નિવેદન સંવત ૧૯૯૧માં શરૂ કરેલું આ પુસ્તક આટલા લાંબા વખતે વાચકોના કરકમળમાં મૂકતાં પહેલાં આટલી બધી ઢીલ કરી વાચકોની ધીરજને છેલ્લી હદ સુધીની કસોટીએ ચડાવી રાખવાની જવાબદારીમાંથી લેખક છટકી શકે તેમ નથી. વાચકોની સૃષ્ટિની એકંદર સમતોલ બુદ્ધિરૂપી ન્યાયની કચેરીમાં તેણે ઢીલનાં કારણોનું ન્યાયીપણું પુરવાર કરવાનું રહે છે. લેખક માને છે કે, પંચપ્રતિક્રમણમાં વપરાયેલાં મુખ્ય સૂત્રો જૈનધર્મના મૂળ પાયા રૂપ છે, તેના ઉપર કાંઈ પણ લખવું, એ નાના બાળકના ખેલ નથી. પરંતુ જગતભરનાં ભગીરથમાં ભગીરથ કાર્યો કરતાં પણ ગહન અને વધારેમાં વધારે મુશ્કેલીભરેલું એ કાર્ય છે. એટલે એ કાર્ય તો આપણી આજના માનવીની શકિત બહારનું હોવાથી તે કરવાનો તો આપણે વિચાર સરખો પણ કરી શકીએ તેમ નથી. પરંતુ પૂર્વના મહાપુરુષોએ બતાવેલા રસ્તે તેમાં ચાલ્યા જઈ યથાશક્તિ તેનો અભ્યાસ મેળવવા માત્ર કદાચ આપણે ભાગ્યશાળી થઈ શકીએ. તેથી વિશેષ આપણી શકિતથી બહારનું કામ છે. કેમ કે, એ સૂત્રોની ખૂબી જ એવી છે કે વિધિ બદલાય, એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાંનું કાંઈપણ બદલાય, કે તુરત જ સૂત્રોના અર્થોનું સ્વરૂપ જ બદલાઈ જાય. જેમ કે, નમુત્થાર્ગ પછીના અરિહંત ચેઇયાણનો અર્થ જુદો થાય. અને લોગસ્સ પછીના અરિહંત ચેઇઆણંનો જુદો થાય. અને પુફખરવરદી પછીના એ જ સૂત્રનો અર્થ વળી તેથીયે જુદો જ થાય. ચૈત્યવંદનમાં તેથીયે જુદો થાય. આમ એક જ સૂત્ર અને તેનાં પદોના ભાવાર્થો ક્યા કરે. ત્યારે એ બધો ભાવ એક જ પ્રકારના અર્થમાંથી શી રીતે લાવી શકાય ? અનેક નય અને નિક્ષેપાઓ આ સૂત્રોના અર્થ કરવામાં સાક્ષાત્ અને પરંપરાએ લાગુ થઈ જાય છે. કયા નિક્ષેપા, કયા નય, અને કયા અનુયોગથી વ્યાખ્યાન કરવું ? એ મોટી ગૂંચવણ ઊભી થાય છે. છતાં વિવિધ અભ્યાસીઓને ઉદ્દેશીને પ્રાચીન કાળથી પૂર્વાચાર્યોએ વિવિધ પ્રકારનાં વ્યાખ્યાનો, વિવેચનો આ સૂત્રો ઉપર રચ્યાં છે. ૧. તીર્થંકર પરમાત્માઓએ કરેલી અર્થવ્યાખ્યા જ ગણધર ભગવંતોએ દ્વાદશાંગી અને ચૌદ પૂર્વમાં સૂત્રો રૂપે ગૂંથી છે. ૨. સ્થવિર ભગવંતોએ ઉપાંગો, નિર્યુક્તિ, ભાણ, ચૂર્ણિ, વૃત્તિઓ અને ટીકાઓ વગેરેના રૂપમાં તેવાં તેવાં પાત્રોને ઉદ્દેશીને સંક્ષેપથી અને વિસ્તારથી નાની-મોટી અને વિવિધ શૈલીવાળી અનેક વ્યાખ્યાઓ આ જ સૂત્રો ઉપર લખી છે. ૩. કોઈ કોઈ એક એક સૂત્ર ઉપરની વ્યાખ્યાના સ્વતંત્ર ગ્રંથોના ગ્રંથો પણ છે. ૪. કોઈ કોઈ સંક્ષેપમાં ટીકાઓ છે. કોઈ કોઈ અવચૂરિ રૂપે ટીકાઓ છે અને ભાષામાં ટબા રૂપ ટીકાઓ પણ છે. ૫. ત્યાંથી માંડીને ઠેઠ તદ્દન બાળજીવો અને સ્ત્રીવર્ગ પણ સમજી શકે તેવી ગાથાઓના ઉપરના ભાગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 883