Book Title: Padmaparag Author(s): Ratilal D Desai Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 8
________________ સ્વા ગ ત સદ્દગત શ્રી. જગમેહનદાસ કેરા સ્મારક પુસ્તકમાળાના આ ત્રીજા પુસ્તક “પદ્મપરાગ”નું આમુખ લખવાનું મને સાંપડયું એમાં એ વિદ્યાશીલસંપન્ન સંસ્કારી કેરા કુટુંબ સાથેના મારા સ્નેહસંબંધની સફલતા થતી માનું છું, સ્વર્ગસ્થ જગમેહનદાસના કાકા શ્રી છોટુભાઈ કેરા એક અસાધારણુ ઉચ્ચ કોટિના સજજને, મારા કોલેજસમયને મિત્ર હતા અને એ મૈત્રી મુંબઈના ઉપનગરમાં નિકટ નિવાસથી ગાઢતર બની હતી. એ મૈત્રીના પરિણામે હું એમના વડીલ બંધુ સ્વ. ડાહ્યાભાઈનાં પુત્ર-પુત્રીઓના પરિચયમાં આવ્યો અને મને એ સર્વની સૌજન્યમધુરતા, કર્તવ્યમાં સનિષ્ઠા અને કુશળતા તથા તેજસ્વિતાની પ્રતીતિ થઈ. સદ્દગત બંધુના વિયેગના દુઃખને સ્નેહસ્મરણમાં પલટાવીને એ સ્મરણની સુવાસ આ ગ્રંથમાલાનાં પુષ્પો દ્વારા જનતામાં પ્રસરાવવાની યોજનામાં બંધુ સ્નેહની શુચિતાને જ નહીં, સંસ્કારિતાની ઉચ્ચ કેટિને પણ સાક્ષાત્કાર થાય છે. પ્રથમ પુપે પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીની વિદ્વત્તાની અને તત્વસંશોધક વૃત્તિની પ્રસાદી આપી. એ પુષ્પને-“ચાર તીર્થકરને– મુંબઈ સરકારે જીવનચરિતના ઉત્તમ ગ્રન્થ તરીકે પારિતોષિક આપ્યું. બીજું પુષ્પ “ધૂપસુંગધ"*; એમાં સંગ્રહાયેલી વિવિધ લેખકની વાર્તાઓએ માનવજીવનના હૃદયભાની વિવિધતાભરી સુવાસ પમરાવી. * શ્રી. સપાન રચિત “ધૂપસુગંધ” આથી જુદી છે; એ નવલકથા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 194