________________
સ્વા
ગ ત
સદ્દગત શ્રી. જગમેહનદાસ કેરા સ્મારક પુસ્તકમાળાના આ ત્રીજા પુસ્તક “પદ્મપરાગ”નું આમુખ લખવાનું મને સાંપડયું એમાં એ વિદ્યાશીલસંપન્ન સંસ્કારી કેરા કુટુંબ સાથેના મારા સ્નેહસંબંધની સફલતા થતી માનું છું,
સ્વર્ગસ્થ જગમેહનદાસના કાકા શ્રી છોટુભાઈ કેરા એક અસાધારણુ ઉચ્ચ કોટિના સજજને, મારા કોલેજસમયને મિત્ર હતા અને એ મૈત્રી મુંબઈના ઉપનગરમાં નિકટ નિવાસથી ગાઢતર બની હતી. એ મૈત્રીના પરિણામે હું એમના વડીલ બંધુ સ્વ. ડાહ્યાભાઈનાં પુત્ર-પુત્રીઓના પરિચયમાં આવ્યો અને મને એ સર્વની સૌજન્યમધુરતા, કર્તવ્યમાં સનિષ્ઠા અને કુશળતા તથા તેજસ્વિતાની પ્રતીતિ થઈ.
સદ્દગત બંધુના વિયેગના દુઃખને સ્નેહસ્મરણમાં પલટાવીને એ સ્મરણની સુવાસ આ ગ્રંથમાલાનાં પુષ્પો દ્વારા જનતામાં પ્રસરાવવાની યોજનામાં બંધુ સ્નેહની શુચિતાને જ નહીં, સંસ્કારિતાની ઉચ્ચ કેટિને પણ સાક્ષાત્કાર થાય છે.
પ્રથમ પુપે પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીની વિદ્વત્તાની અને તત્વસંશોધક વૃત્તિની પ્રસાદી આપી. એ પુષ્પને-“ચાર તીર્થકરને– મુંબઈ સરકારે જીવનચરિતના ઉત્તમ ગ્રન્થ તરીકે પારિતોષિક આપ્યું.
બીજું પુષ્પ “ધૂપસુંગધ"*; એમાં સંગ્રહાયેલી વિવિધ લેખકની વાર્તાઓએ માનવજીવનના હૃદયભાની વિવિધતાભરી સુવાસ પમરાવી.
* શ્રી. સપાન રચિત “ધૂપસુગંધ” આથી જુદી છે; એ નવલકથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org