Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 7
________________ અને તેને જ જ્ઞાનીઓએ પાપનો પરિણામ કહ્યો છે. એનાથી પાપનો બંધ થયા કરે છે. પદાર્થના સ્વરૂપની વિચારણા કરી શકવાની શક્તિ અત્યારે આપણી પાસે છે તેનો સદુપયોગ કરવા માટે સબ પૂગલકી બાજી એમ મતિજ્ઞાનથી વિચારણા કર્યા કરવી એમ કહ્યું છે. ધન માટેની વિચારણાનો સમય કેટલો મલે ? અને મોક્ષ માટેની વિચારણાનો સમય કટલો મલે ? તે આપણે આપણી જાતે જ નક્કી કરવાનું છે. પૈસો પાપરૂપ કહ્યો છે. આપણી બુદ્ધિ બગાડે છે. “વીટામીન એમ” ના પાવરથી વિચાર શક્તિ ખીલે તે દુરૂપયોગ કહેવાય કે સર્પયોગ કહેવાય ? પૈસો અચેતન છે તેના કારણે ચેતન પ્રત્યેનો મૈત્રીભાવ ખોવાની આપણે જરૂર નથી. પૈસો વધ તેમ અનુકળતા વધે છે પછી તેમાં રાગ પણ વધે છે માટે જ જ્ઞાનીઓએ પેરોજ ખુદ પાપરૂપ કહ્યો છે. શરીર-ધન અને કુટુંબ આ ત્રણની વિચારણાઓજ આપણે કર્યા કરીએ છીએ. વિચારણા શક્તિનો ઉપયોગ આના સિવાય બીજે કરતાં નથી ને ? કે કરીએ છીએ ? દેવ, ગુરૂ, ધર્મમાં ગોખેલું ભૂલી જવાય છે એ યાદ છે તે સાચી છે ? કદાચ યાદ રહેતું હોય તે બોલી જઇએ છીએ પણ ઉલ્લાસ પૂર્વક બોલાતું નથી કે બોલતા નથી એનું શું કારણ ? રસ નથી. એ. પાંચ ઇન્દ્રિયમાંથી જે ઇન્દ્રિયની સાથે પદાર્થનો સંયોગ થાય તેનાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય તે મતિજ્ઞાન કહેવાય. મતિજ્ઞાનથી વિચારણાની શક્તિ મળી છે. તે જ્ઞાન મોટે ભાગે અજ્ઞાન રૂપે પરિણામ પામતું જાય છે. આપણને ગર્વ કે માન કષાય ન થાય માટે આ વિચારણા કરવાની કહી છે. પૈસો એ દુર્બુદ્ધિ પેદા કરાવનાર છે. પુણ્ય હશે તો મલશે તેવી સતત મેળવવા આદિની વિચારણા કર્યા કરવી એ અજ્ઞાનતા છે. મળેલી મતિનો દુરૂપયોગ છે. પૈસાની આવી વિચારણાઓ વારંવાર સતત કરવાથી આત્માનું જ્ઞાન છેટુને છેટું જ કરતા જઇએ છીએ. આ પાપ રૂપે કેમ છે એ સમજાય છે ને ? દશમા ગુણસ્થાનક સુધી આ સતત બંધાય છે. બારમા ગુણસ્થાનક સુધી સતત ઉદય ચાલુ છે. જ્યાં સુધી પાંચ જ્ઞાનાવરણીયનો ઉદય ચાલુ હોય ત્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જગતમાં રહેલા પદાર્થોનું જેટલું ચિંતન-મનન જીવો કરતાં જાય તેનાથી પોતાનું મતિજ્ઞાનાવરણીય કર્મ દૂર કરતા જાય છે. નિગોદમાં રહેલા જીવોને શ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમભાવ અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન હોય એટલો હોય છે. તેનાથી ભાવ મનને સતેજ કરીને રાગાદિ પરિણામ કરતો પોતાનો સંસાર વધારે છે. આટલો તો ક્ષયોપશમભાવ હોય જ. પોતાના શરીરને સાચવવું-રાજીપો-નારાજી કર્યા કરવી મમત્વ ભાવ કર્યા કરવો તે ભણવાથી નથી આવતું વારંવાર વિચારવાથી આવા ભાવો આવે છે માટે જ જ્ઞાની ભગવંતો જગતના પદાર્થો જેવા સ્વરૂપે રહેલા છે તેવા સ્વરૂપે વારંવાર મનન ચિંતન કર્યા કરવા કહે છે એ અનુપ્રેક્ષા કહેવાય છે. તેનાથી મતિજ્ઞાનનો ક્ષયોપશમભાવ વધે છે અને સ્થિર થાય છે અને મતિજ્ઞાનાવરણીય કર્મ નાશ પામે છે. જે શ્રુતજ્ઞાન ભણ્યા પછી પરાવર્તન કરતાં કરતાં મુખપાઠ થયેલો હોય અને તે વારંવાર બોલતા શ્રતનો આધાર લેવો ન પડે એ રીતે તે સૂત્ર બોલાતું જાય તો તે સૂત્રને મતિજ્ઞાનના ક્ષયોપશમ ભાવથી બોલાય છે એમ કહેવાય. દા.ત. નવકારમંત્ર જ્યારે ભણ્યા ત્યારે શરૂઆતમાં બોલતાં નમો અરિહંતાણં પછી નમો સિધ્ધાણં યાદ કરીને બોલવું પડતું હતું. જ્યાં સુધી એ રીતે બોલાય તો તે શ્રુતજ્ઞાનના ક્ષયોપશમ Page 7 of 126

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 126