Book Title: Paap Tattvanu Swarup Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 5
________________ કેટલાક પદાર્થોનું જ્ઞાન સાંભળવાથી થઇ શકે છે. એ રીતે જ્ઞાનને જાણવાનો પ્રકારો કહેલા છે અને કેટલાક પદાર્થોને કોઇની સહાય વગર આત્મ પ્રત્યક્ષથી પણ જીવો જાણી શકે છે માટે જ્ઞાની ભગવંતો એ ક્ષયોપશમ ભાવે અને ક્ષાયિક ભાવે જ્ઞાનના પાંચ ભેદો પાડેલા છે. મતિ જ્ઞાન-શ્રુત જ્ઞાન-અવધિ જ્ઞાન-મન:પર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન રૂપે.કેવલ જ્ઞાની જગતમાં રહેલા સઘળા પદાર્થોને જોઇ શકે છે અને જાણી શકે છે. જ્યારે બાકીના જ્ઞાનથી જગતમાં રહેલા અમુક અમુક પદાર્થોને જાણી શકાય છે. પણ સંપૂર્ણ જાણી શકાતા નથી. માત્ર રૂપી પદાર્થોને જાણી શકે છે. માટે જ્ઞાન એટલે જગતમાં પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણકારી પ્રાપ્ત થાય તેને જ્ઞાન કહેવાય છે. એમાં આવરણ કરનારા જે કર્યો હોય તેને જ્ઞાનાવરણીય કર્મો કહેવાય છે. એવાં કર્મોના ઉદયથી જગતમાં રહેલા પદાર્થોને આપણે જાણી શકીએ નહિ કારણ કે જગતમાં રહેલા બધા પદાર્થો ને જાણી શકીએ એવો ક્ષયોપશમ ભાવ આપણી પાસે નથી. તે પદાર્થોને જાણવાની શક્તિ પેદા થાય નહિ એવું જે કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. તે કર્મથી આપણી જાણવાની શક્તિ અવરાયેલી છે માટે તે પદાર્થોને સ્વતંત્ર રૂપે જાણી શકીએ એવી આપણી પાસે તાકાત નથી. માટે બીજાની. સહાય હોય તો થોડા ઘણાં પદાર્થોને જાણી શકીએ. બીજાની સહાય એટલે ઇન્દ્રિયોની સહાય હોય અને એ ઇન્દ્રિયોનો ક્ષયોપશમભાવ વિધમાન હોય તો જગતમાં રહેલા પદાર્થોમાંથી થોડા ઘણાં પદાર્થોને જાણી શકીએ છીએ. પણ સ્વતંત્ર રીતે જાણી શકતા નથી. માટે જ્ઞાન બે પ્રકારના કહેલા છે. (૧) ઇન્દ્રિય પ્રત્યક્ષ અને (૨) આત્મ પ્રત્યક્ષ. ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારે હોય છે. (૧) મતિ જ્ઞાન અને (૨) મૃત જ્ઞાન. જે બે ને પરોક્ષ જ્ઞાના પણ કહેવાય છે. આત્મ પ્રત્યક્ષથી જ્ઞાનનાં ત્રણ ભેદો હોય છે. (૧) અવધિ જ્ઞાન, (૨) મન:પર્યવ જ્ઞાન, (૩) કેવલ જ્ઞાન. આ ત્રણ જ્ઞાનથી જગતમાં રહેલા પદાર્થોને જાણવા માટે આત્માને ઇન્દ્રિયાદિની સહાયની જરૂર હોતી નથી. આત્મા પોતાના ક્ષયોપશમ ભાવથી જાણી શકે છે. એટલે તેમાં પણ અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન જે આત્મપ્રત્યક્ષ છે તે જગતમાં રહેલા રૂપી પદાર્થોને જ જાણી શકે છે. જ્યારે કેવલજ્ઞાન જે છે એ સાયિક ભાવે હોય છે કે જેનાથી જગતમાં રહેલા રૂપી અને અરૂપી બન્ને પ્રકારના પદાર્થોને આત્મા પ્રત્યક્ષ રૂપે જાણી શકે છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ઇન્દ્રિયની સહાયથો પેદા થતાં હોવાથી પરોક્ષ જ્ઞાન કહ્યા છે. કારણ કે આત્મા ઇન્દ્રિયોનો ક્ષયોપશમ ભાવ હોય તો જ્ઞાન પેદા કરી શકે એ ક્ષયોપશમ ન હોય તો જ્ઞાન પેદા કરી શકતો નથી માટે પરોક્ષ જ્ઞાન કહેવાય છે. જેમકે સ્પર્શ કરવા લાયક પદાર્થોનું જ્ઞાન મેળવવું હોય તો સ્પર્શેન્દ્રિયની સાથે તે પદાર્થનો સંયોગ પેદા થવો જોઇએ. એ પદાર્થનો સંયોગ થાય અને સ્પર્શેન્દ્રિયનો ક્ષયોપશમ ભાવ એટલો બધો ન હોય તો તે દાર્થનો સંયોગ થયેલો હોવા છતાં તેનું જ્ઞાન પેદા થતું નથી માટે જો ક્ષયોપશમ ભાવ સ્પર્શેન્દ્રિય નો હોય તોજ તે પદાર્થ સુંવાળો છે, ખરબચડો છે, સ્નિગ્ધ છે કે રૂક્ષ છે, ભારે છે કે હલકો છે, શીત છે કે ઉષ્ણ છે તે તરત જ ખબર પડે છે. માટે મતિ અને શ્રુત જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેલા છે. અનુકૂળ પદાર્થોમાં જ સુખ સર્વસ્વ છે. એવા સંસ્કાર અનાદિકાળના સાથે લઇને જીવ આવ્યો હોય અને પદાર્થના સંયોગથી એ સુખના રાગને જ્ઞાનથી પુષ્ટ કરતો હોય તો તે મિથ્યાત્વના કારણે રાગાદિ પરિણામની વૃદ્ધિ કરવામાં એ જ્ઞાન સહાયભૂત થાય છે. અર્થાત થતું જાય છે માટે તેવા જ્ઞાનના ક્ષયોપશમ Page 5 of 126Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 126