Book Title: Paap Tattvanu Swarup Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 4
________________ બનાવવી છે ? પાપના પરિણામ સંયમીત ન થાય ત્યાં સુધી ભગવાનની ભક્તિના વખાણ કરવાની ઇચ્છા થાય નહિ. દુશ્મન દુશ્મન લાગે તો પ્રતિપક્ષી ચીજ સારી લાગે પણ દુશ્મન જ જ્યાં સુધી મિત્ર લાગે, ગમ્યા કરે ત્યાં સુધી બધું નકામું પરિણામને ઓળખતા શીખવું હોય તો બધી રીતે જીવન જીવીને ઓળખી શકીએ. આપણે પાપને દુશ્મન રૂપે આંખ મીંચાય ત્યારે ઓળખીશું? ક્યાં સુધી રાહ જોવાની ? પાપનો રસ ઓછો કરવા મોહને સાચવવાનો નહિ, મોહની સામે જોરદાર લાલ આંખ જોઇશે અને દુશ્મનને દુશ્મન માનીને જ જીવન જીવવું પડશે એ માટે જ મનુષ્ય જન્મની કિંમત આંકી છે અને એ કારણે મનુષ્ય જન્મ દુર્લભ કહ્યો છે. ચાર ઘાતી કર્મનાં ૪૫ ભેદો પાપના થાય છે. જ્ઞાનાવરણીયના-૫, દર્શનાવરણીયના-૯, મોહનીયના-૨૬, અને અંતરાયના-૫ = ૪૫ થાય છે. આ ચાર ઘાતી કર્મના પાપના તત્વરૂપે ૪૫ ભેદ થાય. છે. એ તો ચાલુ જ છે. એ તીવ્ર રસે કે અલ્પ રસે બંધાયા જ કરે છે. તેને અલ્પ રસે કરવા એ આપણા હાથની વાત છે પણ ક્યારે ? ભગવાનની ભક્તિ, સાધુની સેવા, ધર્મનું આચરણ એ માટે કરતા હોઇએ તો. જ થાય ને ? જ્ઞાનાવરણીય કર્મ- જ્ઞાનનાં પાંચ ભેદો છે. તેને આવરણ કરનાર કર્મ-જ્ઞાન ગુણને દબાવનારા કર્મો તે જ્ઞાનાવરણીય કર્મો કહેવાય છે. અનાદિકાલથી જીવને, રાગને અને દ્વેષને સ્થિર કરવાનો સ્વભાવ રહેલો છે એ સ્થિર સ્વભાવને બદલવાને માટે સન્ની પર્યાપ્તપણું જ જોઇએ. એકેન્દ્રિયથી અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા સુધીનાં જીવોને અનુકૂળ પદાર્થોમાં જ સર્વસ્વ સુખનો સ્વભાવ રહેલો હોય છે. એવી ખોટી અનુભૂતિમાં જ જીવન જીવ્યા કરે છે. આથી એ જીવોનો અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ સ્થિર બુદ્ધિ રૂપે બનતો જાય છે અને આથી એ જીવોને સન્નીપણું દુર્લભ થતું જાય છે. એજ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમભાવથી રાગના પરિણામોને સ્થિર બુધ્ધિ રૂપે બનાવીને અસન્ની પણામાં જ ભટકતા ભટકતા ર્યા કરે છે. જ્ઞાનાવરણીય કર્મનાં પાંચ ભેદો હોય છે. (૧) મતિ જ્ઞાનાવરણીય, (૨) મૃત જ્ઞાનાવરણીય, (૩) અવધિ જ્ઞાનાવરણીય, (૪) મન:પર્યવા જ્ઞાનાવરણીય, (૫) કેવલ જ્ઞાનાવરણીય.. આ પાંચ ભેદોમાંથી મતિ જ્ઞાનાવરણીય અને શ્રુત જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમભાવ જગતના સર્વ જીવો ને સમયે સમયે ચાલુ જ હોય છે. એકેન્દ્રિય જીવોને અક્ષરના અનંતમાં ભાગ જેટલો યોપશમ ભાવ હોય છે. તેનાથી બેઇન્દ્રિય જીવોને અસંખ્ય ગુણ કે અનંત ગુણ અધિક ક્ષયોપશમ ભાવ હોય છે. એનાથી તેઇન્દ્રિય જીવોને અધિકતેનાથી ચઉરીન્દ્રિય જીવોને અધિક અને તેનાથી અસન્ની પંચેન્દ્રિય જીવોને અધિક ક્ષયોપશમ ભાવ હોય છે. આ જીવોને દ્રવ્ય મન ન હોવાથી અનુકૂળ પદાર્થના સુખમાં જ સર્વસ્વરૂપે બુધ્ધિ ક્ષયોપશમ ભાવે રહેલી હોય છે. આથી એ સુખમાં સ્થિર બુદ્ધિ પેદા થતી જાય છે. આના કારણે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ આ જીવો ને માટે સંસાર વધારવાનું જ કામ કર્યા કરે છે. તેઓને બચાવવાની શક્તિ તીર્થંકર પરમાત્માઓ પાસે પણ નથી. જ્ઞાન એટલે શું ? જગતમાં રહેલા પદાર્થોને જાણવાની ઇચ્છા થાય એને જ્ઞાન કહ્યું છે. એ પદાર્થોનું જ્ઞાન જે થાય છે તેમાં કેટલાક પદાર્થોનું જ્ઞાન સ્પર્શથી, કેટલાક પદાર્થોનું જ્ઞાન રસ એટલે સ્વાદથી, કેટલાક પદાર્થોનું જ્ઞાન ગંધથી, કેટલાક પદાર્થોનું જ્ઞાન દેખવાથી અને Page 4 of 126Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 126