Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 2
________________ સહન કરીને-કોઇકનું કામ કરીને-અરે ધર્મક્રિયા કરીને પણ પુણ્ય તો કદાચ બંધાઇ જાય પરંતુ આપણો જે પાપનો પરિણામ સતત ચાલે છે એને ઓળખવાનો વિચાર ખરો ? મેં પાપ કર્યું છે માટે દુઃખ આવ્યું છે. આવો વિચાર દુઃખ આવે ત્યારે આવે છે ખરો ? તો પાપના ઉદ્દે આવેલા દુ:ખને રાગાદિ પરિણામ કર્યા વગર સહન કરી લઇશ તો તેનાથી જરૂર મારા પાપ કર્મોનો નાશ થશે એવો કોઇ વિચાર દુ:ખના કાળમાં આવે છે ખરો ? ભગવાનની ભક્તિ, સાધુની સેવા, ધર્મ, આરાધના કરતાં પાપથી બચવાનો એટલે પાપથી. સાવચેતી રાખી બચવાનો કોઇ વિચાર કરો છો ખરા ? પાપના પરિણામથી પાપની પ્રકૃતિનો રસ સહજ રીતે જ બાંધતા જઇએ છીએ. પ્રતિકૂળતા આવે ત્યારે અનુકૂળતા આવશે એવી આશામાં ને આશામાં પ્રતિકૂળતા વેઠવાનો પ્રયત્ન કરીએ છીએ પણ તે વખતે એમ વિચાર આવે કે પ્રતિકૂળતામાં જોઇએ એવો ધર્મ થઇ શકતો નથી માટે જ્યારે અનુકૂળતા આવશે, શરીર સારૂં થશે ત્યારે, હવે ધર્મ આરાધના સિવાય બીજું કાંઇ કરીશ નહિ, આવા વિચારો આવે છે ખરા ? આવા વિચારો કરવામાં આવે તો નિર્જરા વિશેષ થાય. રોગ આવે ત્યારે શરીર સારું કરવા-નિરોગી બનાવવા માટે દવા લેવાનો ચતુર્વિધ સંઘને નિષેધ છે પણ સમાધિ ટકાવવા અસમાધિ થતી હોય તો તે દૂર કરવા દવા લેવાય. માટે આવા વિચારો લાવવા માટે વારંવાર આવા વિચારો કરતાં રહીએ તો પાપના વિચારો આપણને પજવી શકે નહિ આ પ્રયત્નો ચાલુ છે ને ? આ રીતે કરતાં પાપના વિચારોને જો સંયમીત કરતા જઇએ તો અઢાર પાપ સ્થાનકોનાં વિચારો આપણને કાંઇ કરી શકવાના નથી. અઢાર પાપ શેના કારણે થાય ? હિંસા, ચોરી વગેરે શાથી થાય ? પ્રતિકૂળતા ગમતી નથી અને અનુકૂળતા કેમ વધારેને વધારે મલ્યા કરે એ વિચારો ચાલ્યા કરે છે માટે જ આ બધુ થાય છે. સારા દેખાવા માટે જૂઠ બોલવા માટે પણ તૈયાર. હિંસા કરવા માટે પણ તૈયાર. માટે જીવો સમયે સમયે પાપ બાંધ્યા જ કરે છે. અને તે પણ પાપને પાપરૂપે બાંધતા નથી પણ આવા વિચારોથી પાપને અનુબંધ રૂપે બાંધતા જાય છે. આખો દિવસ આવીને આવીજ વિચાર ધારા ચાલ્યા કરતી હોય તો પછી ભગવાનની ભક્તિ કરતાં-દર્શન કરતાં એ ભગવાનના ગુણો મારા પોતાના છે એવો ભાવ આપણને પેદા કરવા દે ક્યાંથી ? ભગવાનના દર્શન, સેવા, ભક્તિમાં એકાગ્ર જીવ થતો જાય તેમ તેમ અમના ગુણો દેખાતાં જાય તેમાંથી જ પોતાના આત્માના ગુણોનું દર્શન સહજ રીતે થતું જાય. જ્યાં સુધી અનુકૂળતામાં રાગનો સંયમ અને પ્રતિકૂળતામાં દ્વેષનો સંયમ ન થાય ત્યાં સુધી ભગવાનના ગુણ એ મારા ગુણ છે એ વિચારણા તેના અંતરમાં આવતી નથી. સાતે કર્મોનો બંધ દરેક જીવોને નવમાં ગુણસ્થાનક સુધી સતત ચાલુ જ હોય છે એને અટકાવી શકીએ એવી આપણી તાકાત નથી, આપણી શક્તિ એટલી જ છે કે એ પાપ અનુબંધ રૂપે જે બંધાર અટકાવી શકીએ અને વિશેષમાં પાપનો રસ ઓછો એટલે અલ્પ કરી શકીએ એ શક્તિ પણ આપણને ભગવાનના શાસનમાંથી મળે છે. જે રીતે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ તે ભક્તિથી જરૂર પાપનો રસ ઓછો થાય છે અને અનુબંધ રૂપે પાપ જરૂર બંધાતું નથી એવો અનુભવ થાય છે ખરો ? જેમ જેમ એ જીવ સારી ભક્તિ કરે તેમ તેમ આ અનુભવ થાય છે ને ? અવિરતિનો ઉદય ચાલુ હોય છે માટે પાપ બંધાવાનું તો છે પણ ભક્તિ કરતાં કરતાં એનો રસ અલ્પ બંધાય છે એવો અનુભવ ખરો ને ? આવો. Page 2 of 126

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 126