________________
કે તેની દઢીભૂત ધારણાઓ એ જ ઇતિહાસ છે, તેઓ જ પ્રાચીન છે, અસલી છે, સાચા છે, ને તેઓ જે કંઈ કહે, લખે, છાપે તેનાથી જુદા પડી શકાય જ નહીં પડો તો તમારું આવી બન્યું ! અલબત્ત, ભૂતકાળના મહાન્ સૂરિવરો–મુનિવર વિજયધર્મસૂરિ, વિદ્યાવિજયજી, જિનવિજયજી, કલ્યાણવિજયજી, ચતુરવિજયજી, જયંતવિજયજી અને વિશાલવિજયજી તેમ જ શ્રુતદિવાકર પુણ્યવિજયજી અને વર્તમાને આગમવેત્તા મુનિવર જબૂવિજયજી, વિજયપ્રદ્યુમ્નસૂરિ, અને વિજયશીલચંદ્રસૂરિ સરખા વિરલ અપવાદો જરૂર છે, અને અજયસાગરજી સરખા મુનિવરોને શોધકાર્ય પ્રતિ સહાનુભૂતિ હોવા ઉપરાંત તે માટેની સામગ્રી પણ ઔદાર્યપૂર્વક લભ્ય કરે છે. પણ એકંદરે ચિત્રનિરાશાજનક છે. વસ્તુતયામુનિજનો ઇતિહાસ, ભૂગોળ, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળવિદ્યા, પદાર્થકારણ, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, નૃવંશવિદ્યા, મનોવિજ્ઞાન તથા અધિમાનસશાસ્ત્ર અને સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાઓ ઉપરાંત ભાષાશાસ્ત્ર એવં ભાષાવિજ્ઞાનમાં પ્રાથમિક જ્ઞાન મેળવી લે તો એમના દષ્ટિકોણમાં ઘણો ફેર પડી જાય. પણ આવી સ્થિતિ સર્જાવાના યોગ, શક્યતા નહીંવત્ છે. તો પછી પ્રકાશિત શોધલેખો તેમ જ એના સંચયગ્રંથો કોણ વાંચશે, કોણ વાંચતા હશે? ભાયાણી સાહેબે મને ઉત્તર આપેલો કે બે વ્યક્તિઓ : લેખક પોતે અને પૂફરીડર ! આવી પરિસ્થિતિ પ્રવર્તમાન હોય તેમ છતાં તેની સામે થઈને શોધકાર્ય કરવું અને તેના નિષ્કર્ષરૂપે લેખો પ્રકાશિત કરવા એ નર્યું સાહસ, ખોટી દિશામાં શ્રમ અને શક્તિવ્યય જ નહીં, નરી મૂર્ખતા નથી ? મને લાગે છે કે એ વાસ્તવિકતા હોવા છતાં આ સંચયગ્રંથનો ભવિષ્યમાં ઉપયોગ કરનાર કોઈ ને કોઈ નીકળી આવશે એવી આશા સાવ અસ્થાને નથી. આ પળે મને મહાનું દિગંબર ઈતિહાસવેત્તા પં. નાથુરામ પ્રેમી યાદ આવે છે. એમણે વીસીથી લઈ ચાલીસી સુધીમાં ઇતિહાસ-વિષયક ઘણા ઉપયુક્ત, તટસ્થ, અને શોધસભર એવં ક્રાંતિકારી ઐતિહાસિક લેખો લખેલા, જેના બદલામાં સંપ્રદાયના કટ્ટર રૂઢિચુસ્તો દ્વારા એમના પર પસ્તાળ પડેલી, એમને માથે માછલાં ધોયેલાં છતાં તેમણે નિર્ભીકતાપૂર્વક સન્ ૧૯૫૬માં એમના લેખસંગ્રહની વિશેષ વ્યવસ્થિત બીજી આવૃત્તિ બહાર પાડેલી, જેનો દિગંબર સિવાયના દેશ-વિદેશના કેટલાયે વિદ્વાનોએ અને મેં પણ ખૂબ ખૂબ ઉપયોગ કરેલો છે, હજીયે કરી રહ્યો છું. હું તો એમની સચ્ચાઈ, પ્રામાણિકતા, વ્યવસ્થિત અને પ્રમાણપૂત અન્વેષણા અને ભાષાની સરલતા તેમ જ અભિવ્યક્તિનાં લાઘવ અને સચોટતા તેમ જ લખાણમાં ચીવટ અને ચોકસાઈ આદિથી એટલો પ્રભાવિત છું કે સાંપ્રત લેખસમુચ્ચયનો આ પ્રથમ ખંડ મેં એમને જ સમર્પિત કર્યો છે.
સમુચ્ચયના આ પ્રથમ ખંડમાં ક્રમવાર નીચે મુજબના લેખો સમાવી લીધા છે, જેમાંના કેટલાયે જૈન ઇતિહાસ-શોધન સંબંધી છે. તે બધા જ્યાં છપાયેલા તે મૂળ સ્રોતો તથા લેખોમાં
જ્યાં જ્યાં અન્ય વિદ્વાનું પણ સહલેખક રૂપ હતા (કે હું સહલેખકરૂપે હતો, ત્યાં ત્યાં તેમનાં નામો પણ યથાસ્થાને દર્શાવ્યાં છે. (એ લેખોમાં મૂળે જ્યાં છાપભૂલો, જોડણી-વ્યાકરણાદિ દોષો રહી ગયેલા તે સુધારવા ઉપરાંત આવશ્યક જણાયું ત્યાં ત્યાં વિશેષ સ્પષ્ટતા લાવવા શબ્દો તેમ જ વાકયરચનાદિમાં જરાતરા પરિવર્તન કર્યું છે. ક્યાંક ક્યાંક નવી હકીકતો પણ મળી અને તેને પણ સમાવી લીધી છે.)
(૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org