________________
અને સબળ રજૂઆત શૈલિની આવશ્યકતા રહે છે. આવા કવિવરો દ્વારા રચિત સ્તોત્ર એ જિનશાસનની બહુમૂલ્ય મૂડી છે.
આજ પર્યત અનેક સ્તોત્ર સંગ્રહો પ્રકાશિત થયા છે. સૌપ્રથમ ભીમશીમાણેકે “પ્રકરણરત્નાકર' નામના પુસ્તકમાં સ્તોત્રસંગ્રહ પ્રકાશિત કર્યો, શ્રીયશોવિજયજી જૈન ગ્રંથમાલા-બનારસથી પણ “જૈનસ્તોત્રી સંગ્રહ'ના બે ભાગ પ્રકાશિત થયા, ત્યાર બાદ જૈન શ્રેયસ્કર મંડળમહેસાણા એ પણ “જૈનસ્તોત્ર રત્નાકર'ના બે ભાગનું પ્રકાશન કર્યું. નિર્ણયસાગર પ્રેસમાંથી “કાવ્યમાલા'ના ૭ ગુચ્છ પ્રગટ થયા. પૂ.મુનિ શ્રી ચતુરવિજયજી મ.સા. દ્વારા સંપાદિત “જૈનસ્તોત્ર સમુચ્ચય' અને “જૈનસ્તોત્ર સંદોહ (ભા. ૧-૨) એ આ વિષયનું આદર્શ પ્રકાશન છે. આવા અનેક સ્તોત્રસંગ્રહો પ્રકાશિત થયા હોવા છતાં પણ હજુ કેટકેટલાય સ્તોત્રો હસ્તપ્રતભંડારોમાં અપ્રકાશિત અવસ્થામાં રહ્યા છે. આ પ્રકાશન પરંપરામાં પ્રસ્તુત સ્તોત્રસંગ્રહ કોઈ એક વિષયાત્મક (શ્રી નેમિનાથ પરમાત્મા સંબંધિત) અપ્રકાશિત સ્તોત્રના સંગ્રહસ્વરૂપ હોવાથી પોતાનું આગવું સ્થાન ગ્રહણ કરે છે.
પ્રસ્તુત પ્રકાશનમાં પ્રાપ્ત થયેલા સ્તોત્રોમાંથી કેટલાક સ્તોત્રોના કર્તા અજ્ઞાત છે. કેટલાક સ્તોત્રોમાં કર્તા નામ સંદિગ્ધ રહે છે તો કેટલાક કર્તા વિષે ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થતી નથી તથા સોમપ્રભસૂરિજી, જિનવલ્લભસૂરિજી, વિજયસેનસૂરિજી જેવા કેટલાક કર્તાઓનો જ ઇતિહાસ પ્રાપ્ત થવાના કારણે સર્વકૃતિઓનું સંવત્ ક્રમે વિભાજન થઈ શક્યું નથી. આથી નિમ્નોક્ત રીતે વિભાજન કરવાનો પ્રયત્ન કર્યો છે. સર્વ પ્રથમ સુંદર ભાવાત્મક સ્તોત્રો, ત્યારબાદ દ્વાત્રિશિકા-પંચાશિકાશતક સ્તોત્રો, સ્તુતિ વગેરે લઘુ સ્તોત્રો, પાદપૂર્તિરૂપ સ્તોત્રો, વિશિષ્ટ છન્દોબદ્ધ સ્તોત્રો, અનેકભાષામય સ્તોત્રો, યમકાદિ શબ્દાલંકારપ્રધાન સ્તોત્રો અને અંતે સટીક સ્તોત્રો.
અંતે બે પરિશિષ્ટ આપેલ છે. “' પરિશિષ્ટમાં અહીં પ્રકાશિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org