________________
२
સ્તોત્રને સ્તુતિ, સ્તવ, સ્તવન આદિ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. જો કે સર્વના જુદા-જુદા લક્ષણોનું વર્ણન મળે છે, પરંતુ તે લક્ષણોમાં એકરૂપતા જળવાઈ નથી, તથા ઉપર્યુક્ત પ્રકારો એકાર્થક રીતે પ્રયોજાયા છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ જોઈએ તો તે સર્વ શબ્દોનું મૂળ ‘સ્તુ’ ધાતુ છે. ‘સ્તુ' એટલે સ્તવના કરવી. સ્તોત્રાદિ સંર્વ સ્તવના સ્વરૂપ હોવાથી સર્વ એકાર્યે પ્રયોજાયા છે.
સ્તવ-સ્તુતિના ફળ વિષે પૂછેલા જંબૂસ્વામીના પ્રશ્નનો શ્રીસુધર્માસ્વામી પરમાત્મા ઉત્તર આપે છે :
થય-શુમંતેનું અંતે ! નીવે જિ નાયડું ?-થ॰નાબ-વંસળचरित्तबोहिलाभं संजणयइ, नाणदंसणचरित्तबोहिलाभसंपन्नेणं जीवे अंतकिरियं પ્પ-વિમાળોવવત્તિયં બાહળ આાહેર । [ઉત્તરાધ્યયન-૨૧-૨૪]
અર્થાત્ સ્તુતિ-સ્તવદ્વારા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ બોધિનો લાભ થાય છે. તે બોધિ દ્વારા ઉચ્ચગતિની પ્રાપ્તિ થાય છે. તથા મોક્ષપ્રાયક આરાધનાનો આરાધક બને છે.
'
જે કાળમાં પરદાર્શનિકો સાથે ખૂબ વાદો થતા ત્યારે પદે-પદે વિદ્વત્તાની આવશ્યકતા રહેતી, જ્યારે સ્તોત્રસાહિત્યમાં પ્રત્યેક પદે ભક્તિભાવોની ઉદાત્ત અભિવ્યક્તિઓ સંગૃહીત હોય છે. હા, તેમાં વિદ્વત્તા નથી હોતી તેવું નથી, ભાષાસૌષ્ઠવ જાળવીને પણ અલંકારસભર નવીન અભિવ્યક્તિ કરવામાં જ તો સાચી વિદ્વત્તા હોય છે. તેના માટે કવિમાં ભાષાપ્રભુત્વ હોવાની સાથે શાસ્ત્રોના ઊંડા અભ્યાસની, હૃદયરસિકતાની, અદ્ભુત કલ્પનાશક્તિની, સામાજિક, વ્યવહારિક, પ્રાકૃતિક વગેરેના જીવંત જ્ઞાનની
१. 'तत्र स्तवा देवेन्द्रस्तवादयः स्तुतय एकादिसप्तश्लोकान्ताः, यत उक्तम्— एगदुगति-सिलोआ थुइओ अन्नेसिं जाव हुंति सत्तेव ।
देविदत्थवमादी तेण परं थुत्तया होंति । ' [ उत्तरा० शान्तिसूरिकृतवृत्तिः ] 'एग - दुग - तिसिलोया थुतिओ अन्ने सि होइ जा सत्त । देविंदत्थवमादी तेणं तु परं थया होई ॥'
Jain Education International
[વ્યવહારમાષ્ય-૭-૬૪૨]
For Personal & Private Use Only
www.jainelibrary.org