________________
થયેલા શ્રીનેમિનિસ્તોત્રની સાથે સંબંધિત અન્ય પરમાત્મા વગેરેના સ્તોત્રો આપેલા છે. અહીં પ્રકાશિત સ્તોત્રોમાંથી કેટલાક સ્તોત્રો શ્રી આદિનાથ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી એ પાંચ પરમાત્માના સાથે રચેલ હોવાથી “પંચસ્તવીરૂપ છે. તેમજ એક અજ્ઞાત કર્તક “ચતુર્વિશતિ જિનસ્તવ' છે. તેમાંથી માત્ર શ્રીનેમિનાથ પરમાત્માના સ્તોત્ર છૂટા પાડવા યોગ્ય ન જણાતા બાકીના સર્વ સ્તોત્રો પણ પરિશિષ્ટમાં સમાવ્યા છે. ઉપરાંત એક સંપૂર્ણ પ્રતમાં આનંદવલ્લભજીકૃત સ્તોત્રો હતા તે સર્વસ્તોત્રો તથા એક જ કર્તાના બે સ્તોત્ર એ જ પ્રતમાં હોય અને અપ્રકાશિત હોય તો તે પણ પરિશિષ્ટમાં સમાવ્યા છે.
ઘ' પરિશિષ્ટમાં આજપર્યત પ્રકાશિત (પ્રસ્તુત પ્રકાશન સાથે) શ્રીનેમિનાથ પરમાત્મા સંબંધિત સ્તોત્રોની આદિપદાનુસારે અકારાદિ સૂચિ આપવામાં આવી છે.
અહીં એ નોધવાનું કે પુ.મુનિ શ્રી ચતુરવિજયજી દ્વારા સંપાદિત જૈનસ્તોત્ર સંદોહમાં આપેલી પ્રકાશિત સ્તોત્રની સૂચિ, સ્તુતિતરંગિણીની આદિપદાનુસારી સૂચિ તેમજ પૂ. શીલચંદ્રસૂરિજી દ્વારા સંપાદિત અનુસંધાનના ૫૧માં અંકમાં આપેલ પ્રકાશિત સ્તોત્રોની સૂચિ તથા નિગ્રંથ ભા.૧થી૩ને આધારભૂત રાખીને બાકીના સ્તોત્રો અપ્રકાશિત માન્યા છે. આથી, આમાંથી કોઈ સ્તોત્ર પૂર્વે પ્રકાશિત હોઈ પણ શકે. તેમજ અન્યાન્ય સ્થળોથી પ્રકાશિત સ્તોત્રોનો સમાવેશ અહીં ન પણ થયો હોય.
આ સ્તોત્રોમાંથી કેટલાક સ્તોત્રોમાં વિશિષ્ટ છંદોનન્દન છે. તો કેટલાક સ્તોત્રમાં સુંદર પદલાલિત્ય છે. કોઈ સ્તોત્રો ચિત્રકાવ્યસ્વરૂપ છે તો કોઈમાં ભવ્યભક્તિમયતાના દર્શન થાય છે. ક્યાંક અદ્ભુત કાવ્યસૌંદર્ય નિખરી ઉઠ્યું છે. અને ક્યાંક અલ્લાદક અલંકારપ્રયોજના છે. કેટલાક સ્તોત્રોમાં વિશિષ્ટ ભાષા સંયોજન છે તો કોઈક સ્થળે રચનાની રમણીયતા પ્રશિષ્ટ બની છે. કોઈ સ્તોત્રો પ્રભુની ગુણગરિમાના ગાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org