________________
मङ्गलाचरणम् ભક્તઆત્માના હૃદયના ભાવો પ્રવાહિત થાય ત્યારે તે ભક્તિ કહેવાય છે. પરમાત્માની અચિન્ય ગુણગરિમા કે અદ્ભુત રૂપ નિહાળીને આ ભક્તિ શબ્દદેહ ધારણ કરે છે. આ શબ્દદેહને આપણે સ્તુતિ, સ્તવન, સ્તોત્ર વગેરે નામથી ઓળખીએ છીએ, હૈયામાં ઉછળતા ભક્તિભાવ હોઠ પર આવીને ટહુકે ત્યારે તેની મધુરિમા સામે અમૃતરસનો આસ્વાદ પણ ફીક્કો લાગે છે. આજે પણ ભવ્યભાવોથી સમૃદ્ધ સ્તોત્રો પ્રાતઃકાલે કેટકેટલાય જિનાલયો કે દેવાલયોમાં સાંભળવા મળે છે. અત્યંત લોકપ્રિય બનેલું ભક્તામરસ્તોત્ર જેનું એક ઉદાહરણ કહી શકાય. મધુર સ્વરે ગવાતા આવા સ્તોત્રો સાંભળવા એ પણ જીવનનો એક લ્હાવો છે.
પ્રસ્તુત ગ્રંથ પણ આવા સ્તોત્રોનો એક નાનકડો સંગ્રહ છે. સ્તોત્ર એટલે સ્તુતિસ્વરૂપ કાવ્ય, ઇષ્ટ દેવાદિને ઉદ્દેશીને રચાયેલા આ કાવ્યપ્રકારમાં ઈષ્ટદેવાદિના ગુણકીર્તન અનેકવિની હૃદયંગમ ભાવનાઓનો સાક્ષાત્કાર જોવા મળે છે. સ્તોત્રો ભક્તિભાવની ઉચ્ચતા કે વિશિષ્ટતાને ઉજાગર કરે છે.
સમસ્ત ભારતીય ધર્મમાં સ્તોત્રોની પરંપરા ખૂબ પ્રાચીન કાળથી ઉતરી આવી છે. વેદો, પુરાણો, રામાયણ, મહાભારત વગેરેમાં આવા સ્તોત્રો ભરપૂર જોવા મળે છે. તેવી જ રીતે બૌદ્ધોમાં પણ સ્તોત્ર સાહિત્યનો પ્રચાર ખૂબ થયેલો છે. સ્વતંત્ર સ્તોત્રકાવ્યોની શરુઆત બદ્ધોથી થયેલી મનાય છે. કવિ માતૃચેટનું અધ્યર્ધશતક સૌથી પ્રાચીન સ્વતંત્ર સ્તોત્ર માનવમાં આવે છે.
જૈનસાહિત્યનો જ્ઞાનખજાનો આવા સ્તોત્ર કાવ્યોથી સમૃદ્ધતમ હોવાની સાથે વિશ્વભરમાં અનન્ય છે. જૈન સ્તોત્રસાહિત્ય ખૂબ વિશાળ છે. ઠેઠ જિનાગમોમાં પ્રયુક્ત શકસ્તવ-વીરસ્તવ આદિથી શરુ થયેલી સ્તોત્રપરંપરા વર્તમાનકાલ સુધી અવિરત ચાલી રહી છે. મધ્યકાળમાં તો પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં સ્તોત્રોની પ્રચુર રચના થઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org