Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai
View full book text
________________
( ૧૫ ) લહ, અભ્યાખાન, પિશુન્ય, રતિ અરતિ, પરંપરવાદ, માયામૃષાવાત, મિથ્યાત્વશલ્ય, એ અઢાર પ્રકારે પાપ બંધાય.
હવે ખાસ પ્રકારે પાપકર્મ ભેગવાય તે ક
૧ મતિજ્ઞાનાવરણીય જેના ઉદયથી પાંચ ઈયિ તથા મનદ્વારાએ નિયત વસ્તુનું જ્ઞાન થાય
છે એવા મતિજ્ઞાનનું જે આચ્છાદન થાય તે. ૨ શ્રુતજ્ઞાનાવરણીય જેના ઉદયથી શાસ્ત્રાનુંસારે
જે જ્ઞાન થાય છે એવા શ્રુતજ્ઞાનનું આચ્છાદન થાય તે, ૩ અવધિજ્ઞાનાવરણીય ઈકિયાદિકની અપેક્ષા વિના આત્મ દ્રવ્યને જે સાક્ષાત્ રૂપી દ્રવ્યને જાણવાનું જે જ્ઞાન તેવા અવધિજ્ઞાનનું જે આ
છાદન થાય તે, જ મન:પર્યવ જ્ઞાનાવરણીય જેના ઉદયથી સંની પંચેંદ્રિયના મનોગતભાવ જાણવાનું જે જ્ઞાન થાય છે એવા મન:પર્યવજ્ઞાનનું જે આચ્છાદન થાય તે, પ કેવળજ્ઞાનાવરણીય–જેના ઉદયથી વોક્તચાર જ્ઞાન રહિત જે એકલું નિરાવરણ જ્ઞાન હેય એવા કેવળજ્ઞાનનું જે આચ્છાદન થાય તે, એ રીતે પાંચ પ્રકારના જ્ઞાનને જે આચ્છા