Book Title: Navtattva Prakaran
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 12
________________ | નવતત્વ પ્રકરણની સંકલના મોક્ષ માટે અને મોક્ષ ન થાય ત્યાં સુધી અભ્યદય માટે ઉપયોગી જ્ઞાન નવતત્ત્વના બોધથી થાય છે અને આ નવતત્ત્વનું વર્ણન જ ચૌદપૂર્વ સ્વરૂપ છે. આથી શાસ્ત્રમાં ચૌદપૂર્વમાં પણ નવતત્ત્વના બોધમાં અનંતગુણાનો પરસ્પર ભેદ સ્વીકારેલો છે અર્થાત્ એક ચૌદપૂર્વીને જે નવતત્ત્વનો બોધ છે તેનાથી અન્ય ચૌદપૂર્વીને અનંતગણો અધિક નવતત્ત્વનો બોધ હોઈ શકે. તેથી આ નવતત્ત્વનાં વિસ્તારાત્મક જ દ્વાદશાંગી છે. અને તે નવતત્ત્વનો પ્રારંભિક બોધ કરાવવા અર્થે પ્રસ્તુત પ્રકરણમાં અતિ સંક્ષેપથી કંઈક બોધ કરાવેલ છે અને તે સંક્ષિપ્ત બોધને ગ્રહણ કરીને અને તત્ત્વાર્થાધિગમસૂત્ર આદિ અનેક ગ્રંથોનો આધાર લઈને કંઈક નવતત્ત્વનો બોધ સ્પષ્ટ કરવા માટે પ્રસ્તુત ભાષાંતરમાં અમોએ યત્ન કરેલો છે, જેથી વાચકવર્ગને કંઈક નવતત્ત્વનો બોધ થાય. વળી, નવતત્ત્વના પારમાર્થિક બોધથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે અને નવતત્ત્વનો પારમાર્થિક બોધ ગીતાર્થ સાધુને જ હોય છે, છતાં નવતત્ત્વનો સામાન્ય બોધ કરીને નવતત્ત્વ પ્રત્યેની તીવ્ર રુચિવાળા જીવોને આ નવતત્ત્વ પ્રત્યે ભાવથી શ્રદ્ધા હોય છે. તેથી તેવા ભાવથી શ્રદ્ધાવાળા જીવમાં પણ સમ્યક્ત સંભવે છે. તેથી નવતત્ત્વનું જ્ઞાન સમ્યક્તની પ્રાપ્તિમાં પણ અતિ ઉપકારક છે. વળી, સંયમની પ્રવૃત્તિ પણ આશ્રવના ત્યાગથી થાય છે અને શક્તિ અનુસાર સંવરમાં કરાયેલા ઉદ્યમથી થાય છે અને પ્રારંભિક ભૂમિકામાં સર્વવિરતિચારિત્ર પણ સરોગચારિત્ર હોય છે, તેથી પુણ્યબંધનું કારણ બને તેવું હોય છે. તેથી ચારિત્રની પ્રાપ્તિ માટે પણ પુણ્ય-પાપનો સૂક્ષ્મ બોધ અને આશ્રવ-સંવરનો સૂક્ષ્મ બોધ આવશ્યક છે. અને ચારિત્રના પાલન માટે છે કાયના જીવનો બોધ પણ આવશ્યક છે. તેથી ચારિત્રની નિષ્પત્તિમાં અને ચારિત્રના પાલનમાં નવતત્ત્વનું જ્ઞાન અતિ ઉપકારક છે. વળી, યોગમાર્ગની પ્રવૃત્તિના પ્રારંભથી યોગમાર્ગની પૂર્ણતાની પ્રાપ્તિ સુધી આ નવે તત્ત્વોનું જ્ઞાન અતિ આવશ્યક છે; કેમ કે આશ્રવના ત્યાગપૂર્વક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 182