Book Title: Nandisutt and Anuogaddaraim
Author(s): Devvachak, Aryarakshit, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રતિપરિચય તે માટે કેટલીક વાર ઉપરવટ થઈને પણ આવા પ્રયોગો અમે રાખ્યા છે. અને ભાષ્ય, ચૂર્ણિ આદિ સાથેનાં સૂત્રપ્રકાશમાં અમે આવા પ્રયોગોને ગૌણ કરવાનું પસંદ નહિ કરીએ. આ જ રીતે પદના
આદિ સ્વરમાં ત વ્યંજનનો ઉમેરો કે જે અર્વાચીન વૈયાકરણને સમ્મત નથી તેવા તોધિનાળ-સં. ૩ષાન, તુ–સં. ચૂએ આદિ જેવા પ્રયોગો વિશેષાવશ્યકભાષ્ય, કલ્પબૃહદ્વાષ્ય, અંગવિજા આદિમાં મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. શ્રી દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિની પ્રાકૃત કુવલયમાલાકથા આદિમાં પણ આવા પ્રયોગો આવે છે, એટલે વિદ્વાનોએ આવા પ્રયોગોના વિષયમાં પુનઃ વિચાર કરવ પ્રાપ્ત થાય છે. આવા પ્રયોગોથી ભાષાપારંપર્યની વિસ્મૃતિને લીધે શાસ્ત્ર દુર્ગમ જરૂર થાય છે, છતાં ભાષાશાસ્ત્રીઓને માટે આ રીત–એટલે કે પ્રાચીન પ્રયોગનું પરિવર્તન કરવું—અણગમાકારક બનવાનો સંભવ જરૂર છે. પ્રાચીન યુગમાં આચાર્ય શ્રી અભયદેવસૂરિ, આચાર્ય શ્રી મલયગિરિ આદિએ દુર્ગમતાને કારણે પરિવર્તન જરૂર કર્યા છે, પરંતુ આજના ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આવું પરિવર્તન યોગ્ય છે કે નહિ ? એ વસ્તુ અમે ભાષાશાસ્ત્રીઓ ઉપર છોડીએ છીએ.
પરિશિષ્ટોનો પરિચય અહીં જણાવેલાં સાધનોના આધારે તથા અમે નિશ્ચિત કરેલી પદ્ધતિથી નંદિસૂત્ર અને અનુયોગઠાસૂત્રના મૂલપાનું મુદ્રણ કર્યા પછી જુદા જુદા ક્રમથી પ્રત્યેક ગ્રંથનાં પરિશિષ્ટો આપ્યાં છે. આ પરિશિષ્ટોનો પરિચય આ પ્રમાણે છે –
નંદિસૂત્ર પહેલું પરિશિષ્ટ–આ પરિશિષ્ટમાં મૂલપાડમાં અને ટિપ્પણીઓમાં આવેલી ગાથાઓના આદ્ય ભાગને
અકારાદિવર્ણક્રમથી આપવામાં આવ્યો છે. બીજ પરિશિષ્ટ-આમાં મૂલવાચનાના અને ટિપ્પણીઓમાં આવેલા પ્રત્યેક શબ્દને તેના ટીકા
વ્યાખ્યાનુસારી સંસ્કૃત પર્યાય સાથે અકારાદિવર્ણકમથી આપવામાં આવેલ છે. આ પ્રકારનો પ્રયત્ન અમે સર્વપ્રથમ કર્યો છે. દેશ્ય, અવ્યય અને ક્રિયાવિશેષણ–આ ત્રણ પ્રકારના શબ્દોની પાછળ અમે (), (.) અને (શિ. વિ.) આવું કોષ્ટકમાં જણાવીને સ્પષ્ટતા કરવા પ્રયત્ન કર્યો છે. આમ છતાં કાર્યના તથાપ્રકારના વેગને કારણે બધાય દેશ્ય આદિ શબ્દોની પાછળ ઓળખ આપવાની સ્પષ્ટતા કરી શક્યા નથી તેની નોંધ લેવા અભ્યાસીઓને હલામણ કરીએ છીએ. આ પરિશિષ્ટના મૂલશબ્દો સાથે તેના સંસ્કૃતમાં આપેલા પર્યાયો જેવાથી અભ્યાસી વિદ્વાનોને સમાન જોડણવાળા શબ્દોના અર્થતરો, વિભક્તિલોપ, વિભક્તિવ્યત્યય અને લિંગવ્યત્યયનાં ઉદાહરણ વિ. વિ. અનેકવિધ ઉપયોગી માહિતી મળી રહેશે.
અહીં અને સમગ્ર જૈનાગમ સાહિત્યમાં આવતાં સૂત્રોના ઉપક્રમમાં આવતો સે તેં વાક્યપ્રયોગ અને નિગમનમાં આવતો સેતેં અથવા સેત્ત આવો વૈકલ્પિક વાક્યપ્રયોગ ઉપલબ્ધ થાય છે. અહીં વ્યાખ્યાકારો તે દિ તેં આ ઉપક્રમવાક્યની “મથ 5 THક, અથ શ્રૌ તૌ, अथ क एते, अथ का एषा, अथ के एते, अथ का एताः, अथ किमेतत् , अथ के एते, अथ વાતાનિ, સથ જોડસૌ, અથ યમ્, અથ કૈ, મા વિં તદ્' ઇત્યાદિ વિવિધ પ્રકારે વ્યાખ્યા કરે છે, તથા સેત અથવા આ નિગમનવાક્યની “સ ષક, તૌ gી, ત તે, gષ, તે તે, રા દતા, તત્વ, તે , તાન્યતાનિ' આ પ્રમાણે વ્યાખ્યા કરે છે. આથી આ શબ્દો સર્વનામરૂપે છે કે અવ્યયરૂપે?—આ વસ્તુ વિચારણીય બની જાય છે. આ मामतभा सदृशं त्रिषु लिङ्गेषु सर्वासु च विभक्तिषु । वचनेषु च सर्वेषु यन्न व्येति तदव्ययम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org