Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

Previous | Next

Page 31
________________ ભગવાને શું જોયું છે ? તો તેના જવાબમાં—‘તમે જે કરવાના છો તે પ્રભુએ જોયું છે.'' માત્ર કાળની દૃષ્ટિએ પ્રભુએ પ્રથમ જોયું છે, આપણે પછી કરવાના છીએ એ વાત જુદી છે. માટે જ આપણી પ્રવૃત્તિ પાછળ પ્રભુનું કર્તૃત્વ નથી પણ જ્ઞાતૃત્વ જરૂર છે. વળી નિયતિના અજ્ઞાત પ્રદેશમાં આપણે વિચરી રહ્યા છીએ માટે કારણમાં નાયતિને સ્થાપવી નહીં. પરંતુ કાર્ય થઈ ગયા પછી નિરાશા, આર્તધ્યાન અને દુઃખને અટકાવવા માટે નિયતિનો આશ્રય લઈ શકાય. મયણાએ કોઢીયા એવા ઊંબર રાણાની જોડે પાણિગ્રહણ કરતાં નિયતિનો આશ્રય લીધેલ– ‘‘મયણા મુખ નવિ પાલટે, અંશ ન આણે ખેદ જ્ઞાનીનું દીઠું હવે, તિહાં કિશ્યો નહીં વિભેદા’ (૪)કાર્યનિષ્પતિ માટેનું ચોથું સમવાય કારણ ‘સ્વભાવ' છે. આત્માએ પોતાનો સમતાનો સ્વભાવ વિચારવો અને તેમાં ટકવું પણ મમતાને માર્યા સિવાય સમતામાં ટકાતું નથી. તેથી મમતાનો નાશ કરવો. (૨૬)

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66