Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

Previous | Next

Page 61
________________ સાત વ્યસનનો ત્યાગ એ ધર્મ પામવાની ભૂમિકા છે. સામાન્યથી વિચારતા શિકાર, જુગાર, ચોરી, પરસ્ત્રીગમન, વ્યભિચાર, દારૂ અને માંસાહાર. આ સાતે વ્યસનો આપણા જીવનમાં જોવા મળતા નથી. પણ તેની વ્યાપક વ્યાખ્યાને જાણી, વિચારવામાં આવે તો આપણને પ્રત્યેક વ્યસનનાં ભોગ બનેલા પુરવાર થઈશું. આ વ્યસનોને દૂર કરવાનો ઉપાય પણ આમાં બતાવ્યો છે તેનું આલંબન લઈને આપણે સૌ તેમાંથી મુકત થઈએ. (૧)શિકાર: બંદુકથી પારેવાનો શિકાર કરનારા પણ જો વચનના બાણોથી બીજાને ઘાયલ કરતા હોય તો તે પ્રકારોતરનો શિકાર જ છે. ડૉક્ટરની જેમ નિદાન અને દવા બતાવવા-ભૂતકાળનું વિસર્જન એ જ દવા છે. જે વ્યર્થનું વિસર્જન કરે છે તે જ સાર્થકનું સર્જન કરી શકે છે. ભૂતકાળમાંથી બોધ લેવો તે ડહાપણ છે તેને વાગોળવો તે આત્તર્ધાન છે. (૨) જુગારઃ ઓછી મહેનતે વધુ લેવાની જુગારી વૃત્તિથી આજે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. તેની દવા તરીકે પોતાની ફરજ સંપૂર્ણણે બજાવવી અને બીજાનું મુલ્યાંકન કરી તેને જશ આપવો. Evaluate others (૨૦)

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66