Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

View full book text
Previous | Next

Page 44
________________ જીવનમાં પ્રત્યેક વ્યક્તિ જોડેના સંબંધો વિવેકપૂર્વક રાખવાથી ધરતી ઉપર સ્વર્ગના સુખનો આસ્વાદ મળે છે. આ માટે શું કરવું? - મોટાને માન આપવું એટલે વડીલોને હૃદયથી જોવા, બુદ્ધિથી નહીં. - નાનાને ઈનામ આપવું એટલે બીજાની ભૂલોને માફ કરવી. જાતને કામ આપવું - સત્સંગ અને સહુવાંચન કરવું. મોટાને માન આપવું એટલે તેમને પગે લાગવું, તેમના ઊપકારોને જીવનમાં યાદ રાખવા, આપણા વ્યકિતત્વના વિકાસ પાછળ એમના અસ્તિત્વનો મહદ્ અંશે ફાળો છે એ ન ભૂલવું, આપણે તેમનું કામ કરવું, તેમના સદ્દભૂત (Real ગુણોના વખાણ કરવા, કદાચ કર્મવશાત તેમનામાં કોઈ અવગુણ વિ. હોય તો તેને ઢાંકવા, ને મા-બાપ, ભાઈ-ભાભી, કાકા-કાકી, વિ. જે કોઈ વડીલ હોય તેને દુ:ખ ન થાય તેની સતત કાળજી રાખવી. મા-બાપે સંતાનોનું બુધ્ધિથી પૃથકકરણ કર્યું નથી. પણ તેઓ માત્ર હૃદયથી પ્રેમ આપી સંતાનોને મોટા કરે છે. તો સંતાનોએ પણ પોતાની નૈતિક ફરજને અદા કરતા વડીલોને હૃદયથી જોવા જોઈએ. બુદ્ધિથી નહિ. જેની બુદ્ધિ સત્ય તરફ ગતિ કરે છે, તે બુદ્ધિશાળી બને છે. જેની બુધ્ધિ “અહં' તરફ ગતિ કરે છે, તે બુદ્ધિજીવી બને છે. અહીં હૃદય અને બુદ્ધિના તફાવતમાં બુદ્ધિજીવીની બુધ્ધિની વિવલા છે. (૩).

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66