Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

View full book text
Previous | Next

Page 53
________________ (૬)હૃદય હંમેશા પોતાની ભૂલોને જએ છે. સ્વદોષદર્શન એ હૃદયનાં વિકાસની નિશાની છે. મેં કોઈને ગ્લાસ આપ્યો, પડી ગયો, હવે હું વિચારું કે બોલું કે તમે કેમ ગ્લાસ બરોબર લીધો નહીં? ત્યારે સામેની વ્યક્તિ કહે કે તમે કેમ ગ્લાસ છોડી દીધો ? તો બન્નેએ બુદ્ધિ વાપરી અને હું કહું કે મારી ભૂલ કે તમે બરોબર પકડ્યો છે કે નહીં? તે ચોકસાઈ કર્યા સિવાય ગ્લાસ છોડી દીધો! અને સામેની વ્યક્તિ પણ વિચારે કે મેં સમયસર લીધો નહીં તે મારી ભૂલ. આમ બધા જ પોતાની ભૂલો જોઈ સુધારે તો આત્મકલ્યાણ થઈ જાય. IE , (૧૨)

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66