Book Title: Mandir Pravesh Ane Shastro
Author(s): Chandrashankar Pranshankar Shukla
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ મંદિરમાં બહુ દોષ પેસી ગયા છે માટે તેનો નાશ કરવો એ હિતકર નથી. એમ તો આપણું શરીર પણ ધર્મનું સાધન ગણાય છે, અને એ આપણે આત્માનું મંદિર છે. પણ જે લેકે પિતાના શરીરનો ઉપયોગ ધર્મની સાધના માટે કરવાને બદલે ભેગવિલાસ માટે અથવા પાપાચાર માટે કરે છે અને એ શરીર દ્વારા અધર્મને આચરે છે તેમના શરીરને નાશ કરવાનું કઈ નથી સૂચવતું, પણ એ શરીરના ધારણ કરનાર માણસને સુધારવાનું જ સૂચવવામાં આવે છે. તેવું જ મંદિરોનું છે. મંદિરવાળા ભગવાનને કબજે કરી લઈ તેના ઉપર માલકીહકના દાવા કરી, હરિજનને એ મંદિરને લાભ લેતા રોકવા ઈચ્છે છે. તેને બદલે એ મંદિરમાં દુનિયાએ હડધૂત કરેલા અને તેથી જ ભગવાનને વિશેષ વહાલા એવા હરિજનો પ્રવેશ કરશે ત્યારે એ મંદિરે પણ વિશુદ્ધ થશે, અને ભગવાનની મૂર્તિને લાયક બનશે. હરિજન મંદિરમાં જઈ ભગવાનનાં દર્શન કરી શકે એ મંદિરની સુધારણાની દિશામાં બહુ મોટું પગલું છે. વળી ધર્મને નામે ચાલી રહેલી અસ્પૃશ્યતા ધર્મનાં ધામ ગણાતા મંદિર દ્વારા વહેલી દૂર થઈ શકશે. મંદિર પ્રવેશ થતાંની સાથે લેકમાનસમાં એટલો પલટો થવા સંભવ છે કે હરિજનોની પાણુની અને બીજી હાડમારીઓ દૂર થતાં વાર નહીં લાગે. હરિજનોની આર્થિક સ્થિતિ સુધારવાને પ્રશ્ન જુદા પ્રકારનો છે.. હરિજનોની આર્થિક દશા સારી નથી એ વાત સાચી છે. પણ કેટલીયે બિન-હરિજન કામો આર્થિક રીતે હરિજનો કરતાયે ખરાબ હાલતમાં છે. એટલે આર્થિક સ્થિતિની સુધારણાને પ્રશ્ન કેવળ હરિજનો માટે જ નથી પણ તમામ ગરીબ કેમ માટે છે. તેને ઉપાય આજની શોષણકારી અર્થવ્યવસ્થામાં પલટો આણ એ છે. અને તે માટે ચાલી રહેલી પ્રવૃત્તિને લાભ તમામ ગરીબ કેમની સાથે હરિજન કેમને પણ મળશે. કેવળ હરિજનોની દષ્ટિએ તો ધર્મને નામે તેમને થતી સામાજિક અન્યાય દૂર કરવાનો પ્રશ્ન જ મુખ્ય છે. એ અન્યાય દૂર કરીને હિંદુ સમાજ શુદ્ધ થાય તો એ ગુમાવી બેઠેલી શક્તિ પાછી મેળવે અને એને વધુ જીવતદાન મળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 376