Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 7
________________ પ્રકાશકનું નિવેદન મારા તરફથી ઈ. સ. ૧૯૩૨થી શરૂ કરવામાં આવેલ શ્રી જૈન-કલા સાહિત્ય સંશાધન ગ્રંથમાલાના ગ્રંથાંક ૧૬ તરીકે પ્રકાશિત બારસાસૂત્ર (કલ્પસૂત્ર)ના અક્ષરશઃ ગુજરાતી ભાષાંતર નામના પ્રકાશનમાં ભારતભરના જૈનગ્રંથભંડારા જેવા કે જીરા (પંજાબ), જેસલમેર (રાજસ્થાન), પાટણ, અમદાવાદ, ઈડર, વડાદરા તથા સૂરત વગેરે સ્થળેામાં આવેલા જૈનગ્રંથભંડારોમાં સુરક્ષિત કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી તથા કાળી શાહીથી લખાએલી કલાસમૃદ્ધિથી ભરપૂર અને અમૂલ્ય હસ્તપ્રતામાંથી ચૂંટી કાઢેલા ૧૬૮ સેનેરી, રૂપેરી, રંગીન તથા એ ર‘ગી ચિત્રા અને અમદાવાદના જગવિખ્યાત દેવસાના પાડાના ભંડારની કલાસમૃદ્ધિથી ભરપૂર સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી દરેક પાને પાને સંગીત અને નાટ્યશાસ્ત્રના વિવિધ જાતિનાં ૩૩૬ રૂપા સાથે એક અદ્વિતીય કલાસમૃદ્ધ પ્રકાશન મેં ઈ. સ, ૧૯૭૬માં મારી ગ્રંથાવલિમાં પ્રસિદ્ધ કર્યું હતું (મૂલ્ય પ્રતાકારે એકસે. પાંત્રીસ રૂપિયા અને પુસ્તકાકારે એકસેા પીસતાલીસ રૂપિયા). જેમાં મારા નિવેદનમાં મેં મારા તરફથી પ્રકાશિત થનાર શ્રી ષડાવશ્યક બાલાવબાધ નામના ૧૪૭ ચિત્રા સાથેના પ્રકાશનના (મૂલ્ય રૂપિયા એકાવન) અને ચરમ તીર્થંકર શ્રીમહાવીર પ્રભુના જીવનચરિત્રને પ્રકાશિત કરવાના ઉલ્લેખ કરેલા હતા. આ એ પ્રકાશના પૈકી શ્રીષડાવશ્યક આલવમેધનું પ્રકાશન મારી જૈન-કલા-સાહિત્યસંશાધન સિરીઝના ૧૭મા પુષ્પ તરીકે ઇ. સ. ૧૯૭૭માં પ્રકાશિત થઈ ચૂકેલ છે અને જૈન-કલા-સાહિત્ય સંશાધન સિરીઝના ૧૮મા પુષ્પ તરીકે પ્રસ્તુત પ્રકાશન પ્રભુ મહાવીરનું જીવનચરિત્ર (પ્રાચીન કલ્પસૂત્રની અમૂલ્ય હસ્તપ્રતામાં આપવામાં આવેલા ચિત્રપ્રસ`ગાના આધારે) રજૂ કરવા હું ઉઘુક્ત થયા છું. ભગવાન મહાવીરના નિર્વાણુના ૨૫૦૦મા વર્ષ પ્રસંગે જૈનકલા નિદર્શન સમિતિ તરફથી પ્રકાશિત થએલ અને જૈનકલાના જાણકાર તથા મારી સાહિત્યપ્રવૃત્તિના સમર્થક પૂજ્ય મુનિ મહારાજ શ્રીયશેાવિજયજી દ્વારા સંપાદિત અને જીવનભર અથાગ પ્રયત્ન કરીને ભગવાન મહાવીરના જીવનને લગતાં ૩૫ પાંત્રીસ ચિત્રના ચિત્રસંપુટ કલામર્મજ્ઞ શ્રીગાકુલદાસ કાપડીયા દ્વારા ચિત્રિત જોયા પછી મારા મનમાં પ્રાચીન જૈનકલાસમૃદ્ધિથી સભર એવું એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન પ્રકાશિત કરવાના વિચાર સ્ફુર્યાં હતા. આ વિચાર થતાંની સાથે જ સુંદર અક્ષરોથી લખાએલ અને ચિત્રકલાની દૃષ્ટિએ ઉત્તમાત્તમ કલ્પસૂત્રની હસ્તપ્રતા કે જે ભારતના જૂદા જૂદા શહેરાના જૈન ગ્રંથભંડારામાં સગ્રહાએલી છે, તેમાંથી પ્રભુ શ્રીમહાવીરના જીવનને લગતાં તાડપત્રની તથા કાગળની છવીશ હસ્તપ્રતામાંથી ચૂંટી કાઢેલા ૧૬૮ એકસાને અડસઠ ચિત્રા, તે દરેકે દરેક ચિત્રનાં વિવેચન તથા શ્રુતકેવલિ શ્રીભદ્રખાહુસ્વામીએ કલ્પસૂત્રમાં વર્ણવેલા પ્રભુ શ્રીમહાવીરના જીવનપ્રસંગાના વર્ણન સાથે પ્રસ્તુત પ્રકાશનમાં પ્રકાશિત કરી રહ્યો છું અને આશા રાખું છું કે આ ચિત્રો જગતના કલાપ્રેમીઓને ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં ખૂટતી કડીએ પૂરી પાડવામાં અને સેકડા વર્ષોથી કરાડા રૂપિયાના ખર્ચે તૈયાર કરાએલી અને પ્રાણથી પણ અધિક રીતે જૈન શ્રમણા તથા શ્રીમાના દ્વારા સચવાએલી જૈનાશ્રિત ચિત્રકલાનું અધ્યયન કરવાની પ્રેરણા આપશે તેા મારા આ પ્રયત્ન હું સાર્થક માનીશ. વળી, મારા માનસપટ પર ઉપરોક્ત વિચાર ચાલુ રહ્યો હતા, તેવામાં લગભગ બે વરસ ઉપર પીઢીયે ૫-૧૫ સવા પાંચ વાગે મને અર્ધજાગૃતાવસ્થામાં એક ગેબી અવાજ આવ્યે કે :- ‘ભગવાન મહાવીરને લગતાં પ્રાચીન ચિત્રા પરથી તું એક સુંદર પ્રકાશન, કેમ તૈયાર નથી કરતા ? કે જેનાથી જગતના પ્રાણીમાત્રને શાંતિ અને અહિંસાના સદેશે। પહેાંચાડી શકાય. આ અવાજથી પ્રેરિત થઇને આ પ્રકાશન જગત સમક્ષ મૂકવા પ્રેરાયા અને આશા રાખું છું કે, મારા આ પ્રયત્ન પ્રભુ મહાવીરના જીવન અને કવનના પ્રચારમાં જરૂર મદદકર્તા થશે. પ્રભુ મહાવીરના અપ્રતિમ સ`ચમ, ત્યાગ અને અહિંસાના જગતભરમાં ફેલાવા કરવામાં અમૂલ્ય ફાળા આપશે. 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 178