________________
આ કથાના સંપાદનમાં લેખન રોચક અને લોકભોગ્ય બને તે માટે ગ્રંથોના મૂળ કથનમાંથી કંઈ ફેર થયો હોય કે ક્ષતિ થઈ હોય તો તે સંપાદકની અલ્પતા છે તેમ માની તે સુધારવી અને ક્ષમાપાત્ર ગણવી. કથાનુયોગ સાથે અન્ય ત્રણ અનુયોગથી સામ્રગી વાચકોને મળી રહે તે માટે ગુરુ શિષ્ય સંવાદરૂપે કેટલાક પ્રશ્નોત્તરનો સમાવેશ કર્યો છે.
લેખન પૂર થયું તે છાપકામમાં જાય તે દરમ્યાન પૂજય આચાર્ય શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી અમદાવાદ પધાર્યા હતા. તેમના વંદનાર્થે જતાં, આ લેખન તેમને બતાવતાં તેમણે ઉદારચિત્તે પ્રસન્નતા વ્યક્ત કરી તે પણ મારે માટે સુભગ છે.
વળી બંન્ને આચાર્ય ભગવંતોના આ નિમિત્તે આર્શીવચન મળ્યા તે પણ અવસરને ઉચિત થયું છે તે માટે કૃતાર્થતા અનુભવું છું.
અંતમાં સૌ વાચકોને આ પુસ્તિકા પ્રેરણાદાયી બને, ગુરુ ગૌતમસ્વામી પ્રત્યે અનન્ય ભક્તિ પ્રગટે, અને આપણે સૌ પરમાર્થ માર્ગ સરળતાથી પામીએ તેવી અભ્યર્થના છે. મારે માટે તો આ પુસ્તિકાનું લેખન એ એક અમૂલ્ય અવસર છે. એનો અનુભવ તો સંતોના જીવનને કલમમાં ઉતારે તે જાણે છે તેને તેમાંથી કેટલો આત્મલાભ થાય છે ?
૧૯૯૧ ના સપ્ટેમ્બર - ઓક્ટોબરમાં અમેરિકા દેશના ન્યુજર્સીના જૈન સેન્ટરમાં સત્સંગ માટે જવાનું થયું. ત્યાં નવ તત્વના અભ્યાસ વર્ગનું સુંદર રીતે આયોજન થયું હતું. તે દરમ્યાન આ સેન્ટરનાં સભ્ય શ્રી સનભાઈ ઝવેરીએ સેન્ટરના આઠસો જેવા સભ્યો માટે એક સુંદર પુસ્તિકાની પ્રભાવના માટે ભાવના વ્યક્ત કરી. યોગનુયોગ તે વખતે પ્રસ્તુત પુસ્તિકાનું લેખન તૈયાર હતું. તેથી તેમની ભાવના પ્રમાણે આ પુસ્તકની એક હજાર નકલનો અર્થ સહયોગ જૈન સેન્ટર ન્યુજર્સી તરફથી મળ્યો છે.
આ પ્રવાસ દરમ્યાન લોસ એન્જલસ જવાનું થયું હતું ત્યારે ધર્માવલંબી વીણાબેન અને મહેન્દ્રભાઈ ખંધાર દંપતીની ભાવનાથી ત્રણસો પુસ્તકનો અર્થસહયોગ તેમના તરફથી મળ્યો છે.
તથા અન્ય મિત્રોનો સહયોગ મળી રહેતા પ્રથમ આવૃત્તિની બે હજાર નકલ પ્રસિદ્ધ થઈ શકી છે. તે માટે આનંદ અનુભવું છું અને આવા સત્ કાર્યોમાં મળેલા સર્વના સહયોગ બદલ ઉપકૃત છું.
સુનંદાબહેન વહોરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org