Book Title: Labdhitana Bhandar
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 9
________________ શીધ્રતાથી સંસારનો ત્યાગ કરી, સંયમમાર્ગમાં પ્રવેશ કરતા, અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી કૃતકૃત્યતા અનુભવતા હતા. બાળ, વૃધ્ધ, યુવાન, રાજા, રંક, ભોગી કે યોગી સૌ તેમની વચનલબ્ધિથી પ્રભાવિત થતાં અને તેમના ચરણનું શરણ સ્વીકારી તેમના પંથે ચાલી નીકળતા. ગૌતમસ્વામી અત્યંત સરળ સ્વાભાવી હતા, તે બોધ પામેલા જીવોને કહેતા તમે મારા ગુરુ પાસે ચાલો સૌને આશ્ચર્ય થતું, કે આવા પ્રભાવશાળી પુરૂષને પણ ગુરુ છે ! પરંતુ તેઓ જયારે ભગવાનને સાક્ષાત્ જોતાં, ત્યારે સૌનો ભ્રમ દૂર થતો, કારણકે ભગવાનનો પ્રભાવજ અલૌકિક હતો. ગૌતમસ્વામીમાં જેવી લબ્ધિઓ હતી. તેવા અદ્ભૂત ગુણો હતા. ભગવાન પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ તેમની આજ્ઞાનું અપૂર્વ આરાધન, અત્યંત સ્નેહભાવ, સદાયે પ્રગટ થતી સરળતા, વિનમ્રતા અને ત્યાગપરાયણતા જેવા ગુણોના તે ભંડાર હતા. મોક્ષાર્થી એવા ગૌતમસ્વામી ઉત્તમ લબ્ધિધારી રિધ્ધિ ને સિધ્ધિઓના સ્વામી હોવા છતાં તદ્ન નિર્દોષ હતા. પરમાત્મા પ્રત્યેના અનન્ય અને પ્રશસ્ત રાગમાં તેઓ પોતાની જીવન સાધના અવિરતપણે આરાધતા હતા. તેમના સાન્નિધ્ય માત્રથી જીવોના દુ:ખ દારિદ્ર દૂર થતાં, શોક સંતાપ હરાઈ જતાં. સંસારભાવ નષ્ટ થતા. તેમની લબ્ધિને જાણવા સમજવા માટે આપણી પાસે એક જ દૃષ્ટાંત પૂરતું છે. માનવ માટે દુર્લભ એવું અષ્ટાપદ પર્વત પરનું આરોહણ, તાપસોને કેવળ તેમના દર્શન માત્રથી થએલો બોધ, વળી અંગૂઠાના અમી વડે અક્ષયપાત્રથી થએલા પારણા. આપણા લોકપ્રવાહમાં અક્ષયપાત્રનું દૃષ્ટાંત પ્રચલિત બન્યું છે. પણ ભવ્યાત્માઓએ તો તેમની ઉપદેશ લબ્ધિ અને આજ્ઞાંકિતપણાની લબ્ધિની અભિલાષા રાખવી. જેથી જેમ અક્ષત પુન: ઉત્પન્ન થતા નથી તેમ આપણા જન્મ મરણ પુન: ઉત્પન્ન ન થાય. મોક્ષાભિલાષી માટે ગુર ગૌતમનું સ્થાન અતૃિતિય છે. પરમાર્થમાર્ગમાં ન ગુરો' માર્ગ પામતો નથી. આપણને આવા પ્રશસ્ત ગુરુ મળ્યા પછી પરમાર્થ પામવો સરળ થશે. માટે નિત્ય એક રટણ કરવું. “શ્રી ગુરુ ગૌતમ સમરીએ મોક્ષ ફળ દાતાર” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 210