Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ અનિવૃત્તિકરણ 23 આ સાતે પદાર્થોનું વિવેચન “ઉપશમનાકરણ, વિસ્તૃત ગુજરાતી વિવેચન, ભાગ-૧'માં ચારિત્રમોહનીયોપશમનાના અધિકારમાં વિસ્તારપૂર્વક કર્યું છે. અહીં પણ તે જ રીતે સમજી લેવું. ફરક એટલો છે કે ત્યાં નપુંસકવેદની ઉપશમનાનો પ્રારંભ કહ્યો હતો, અહીં નપુંસકવેદની ક્ષપણાનો પ્રારંભ સમજવો. તથા અહીં આનુપૂર્વીસંક્રમમાં જે ભેદ છે તે આગળ ઉપર ભાષ્ય ગાથા અને ચૂર્ણિના આધારે કહીશું. નપુંસકવેદક્ષપણા - નપુંસકવેદના દલિકો પ્રતિસમય અસંખ્યગુણના ક્રમે પુરુષવેદમાં સંક્રમાવે છે. આ રીતે હજારો સ્થિતિઘાત પસાર થાય ત્યારે નપુંસકવેદ પુરુષવેદમાં સર્વથા સંક્રમી જાય છે. એટલે કે નપુંસકવેદનો સર્વથા ક્ષય થઈ જાય છે. સ્ત્રીવેદક્ષપણા-નપુંસકવેદનો ક્ષય થાય તે પછીના સમયથી સ્ત્રીવેદની ક્ષપણાનો પ્રારંભ કરે છે. સ્ત્રીવેદના ક્ષપણાકાળનો સંખ્યાતમો ભાગ પસાર થાય ત્યારે જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતકર્મોની સંખ્યાતવર્ષનો સ્થિતિબંધ થાય છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત પસાર થયા પછી સ્ત્રીવેદનો સર્વથા ક્ષય થઈ જાય છે. તે વખતે મોહનીયની સ્થિતિસત્તા સંખ્યાતા વર્ષ પ્રમાણ થાય છે. હવેથી મોહનીયના સ્થિતિખંડો સત્તાગત સ્થિતિના સંખ્યાતા બહુભાગ પ્રમાણ જાણવા. શેષ કર્મોના સ્થિતિખંડો સત્તાગત સ્થિતિના અસંખ્યાતા બહુભાગ પ્રમાણ છે. સાત નોકષાયની ક્ષપણા સ્ત્રીવેદનો ક્ષય થાય તે પછીના સમયથી હાસ્ય 6 અને પુરુષવેદની ક્ષપણાનો પ્રારંભ કરે છે. તે વખતે સ્થિતિબંધ અને સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - સ્થિતિબંધનું અલ્પબદુત્વ - | ક્ર. | પ્રકૃતિ સ્થિતિબંધનું અલ્પબદુત્વ | સ્થિતિબંધનું પ્રમાણ | મોહનીય અલ્પ સંખ્યાતા વર્ષ 2 | જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય | સંખ્યાતગુણ સંખ્યાતા વર્ષ નામ, ગોત્ર અસંખ્યગુણ અસંખ્ય વર્ષ | 4 | વેદનીય વિશેષાધિક અસંખ્ય વર્ષ સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ - | | | U ક. | પ્રકૃતિ સ્થિતિ સત્તાનું અલ્પબદુત્વ સ્થિતિસત્તાનું પ્રમાણ | મોહનીય અલ્પ સંખ્યાતા વર્ષ 2 | જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય | અસંખ્યગુણ અસંખ્ય વર્ષ અસંખ્ય ગુણ અસંખ્ય વર્ષ | વેદનીય વિશેષાધિક અસંખ્ય વર્ષ | 3 | નામ, ગોત્ર