Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ 249 કિટ્ટિવેદનાદ્ધા સર્વથા નિર્જરા થઈ શકતી નથી. માટે કિથ્રિવેદક ક્ષેપકને મિથ્યાત્વ માર્ગણામાં બંધાયેલ કર્મ અવશ્ય સત્તામાં હોય છે. સાસ્વાદનસમ્યક્ત, મિશ્રસમ્યક્ત - આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ ક્ષેપકને વિકલ્પ સત્તામાં હોય. કર્મસ્થિતિકાળમાં જીવ આ માર્ગણાઓ પામે જ એવો નિયમ નથી. તેથી જેઓ કર્મસ્થિતિકાળમાં આ માર્ગણાઓ પામ્યા હોય તેવા ક્ષેપક જીવોને આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ સત્તામાં હોય અને જેઓ કર્મસ્થિતિકાળમાં આ માર્ગણાઓ ન પામ્યા હોય તેવા ક્ષેપક જીવોને આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ સત્તામાં ન હોય. સંજ્ઞી - સંજ્ઞી માર્ગણામાં બંધાયેલ કર્મ ક્ષેપકને અવશ્ય સત્તામાં હોય છે, કેમકે સંજ્ઞી જીવ જ ક્ષપકશ્રેણિ માંડે છે. અસંજ્ઞી માર્ગણામાં બંધાયેલ કર્મ ક્ષેપકને અવશ્ય સત્તામાં હોય છે. સંજ્ઞીની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક શતપૃથક્ત સાગરોપમ છે. તેથી વર્તમાન ક્ષેપક જીવ ઉત્કૃષ્ટથી સાધિક શતપૃથર્વ સાગરોપમ પૂર્વે અવશ્ય અસંજ્ઞી હોય છે. તે વખતે બંધાયેલ કર્મની સાધિક શતપૃથક્ત સાગરોપમ કાળમાં સંપૂર્ણ નિર્જરા થતી નથી. તેથી ક્ષેપકને અસંજ્ઞી માર્ગણામાં બંધાયેલ કર્મ અવશ્ય સત્તામાં હોય છે. આહારક- આહારક માર્ગણામાં બંધાયેલ કર્મક્ષપકને અવશ્ય સત્તામાં હોય, કેમકે આહારક જ ક્ષપકશ્રેણિ માંડે છે. અનાહારક માર્ગણામાં બંધાયેલ કર્મ ક્ષેપકને વિકલ્પ સત્તામાં હોય. સંસારમાં ક્ષપકશ્રેણિ માંડ્યા પૂર્વે અનાહારક માર્ગણા વિગ્રહગતિમાં જ હોય છે. વિગ્રહગતિનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પ્રમાણ છે. તેથી કર્મસ્થિતિકાળની અંદર જીવ અનાહારક માર્ગણા પામ્યો હોય અથવા ન પણ પામ્યો હોય. જેઓ કર્મસ્થિતિકાળની અંદર અનાહારક માર્ગણા પામ્યા હોય તેવા ક્ષેપક જીવોને આ માર્ગણામાં બંધાયેલ કર્મ સત્તામાં હોય અને જેઓ કર્મસ્થિતિકાળમાં અનાહારકમાર્ગણા ન પામ્યા હોય તેવા ક્ષપક જીવોને આ માર્ગણામાં બંધાયેલ કર્મ સત્તામાં ન હોય. પર્યાપ્ત-અપર્યાપ્ત ક્ષપકને પર્યાપ્ત જીવભેદમાં બંધાયેલ કર્મ નિયમાં સત્તામાં હોય છે, કેમકે છેલ્લો ભવ પર્યાપ્તાનો હોય છે. વળી અપર્યાપ્ત જીવભેદની કાયસ્થિતિ પણ અંતર્મુહૂર્ત માત્ર છે. તેથી છેલ્લા ભવની અંતર્મુહૂર્ત પૂર્વે પણ અવશ્ય પર્યાપ્ત હોય છે. ત્યાં બાંધેલા કર્મની અંતર્મુહૂર્તમાં સર્વથા નિર્જરા થઈ શકે નહીં. એટલે શપકને પર્યાપ્ત જીવભેદમાં બંધાયેલ કર્મ નિયમાં સત્તામાં હોય છે. તેવી જ રીતે ક્ષેપકને અપર્યાપ્ત જીવભેદમાં બંધાયેલ કર્મ પણ નિયમાં સત્તામાં હોય છે, કેમકે પર્યાપ્ત જીવભેદની કાયસ્થિતિ સાધિક શતપૃથક્વસાગરોપમ પ્રમાણ છે, એટલે વર્તમાન ક્ષપક જીવ વધુમાં વધુ તેટલા કાળ પૂર્વે નિયમા અપર્યાપ્ત હોય છે જ. એટલે તે વખતે બંધાયેલ કર્મની પર્યાપ્ત જીવભેદના સાધિક શતપૃથક્વ સાગરોપમ જેટલા કાળમાં સર્વથા નિર્જરા થઈ શકતી નથી. તેથી ક્ષેપકને તેની સત્તા અવશ્ય હોય છે. સાતા, અસાતા - આ બન્ને પ્રકૃતિઓના ઉદયમાં બંધાયેલ કર્મ પણ ક્ષેપકને નિયમાં સત્તામાં હોય છે, કેમકે આ બન્ને પ્રકૃતિઓનો ઉદય અંતર્મુહૂર્ત બદલાય છે. 10,