Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ 326 ભિન્ન-ભિન્નકષાયોદયે શ્રેણિ માંડનારનું નાનાત્વ માંડનાર સંજવલન ક્રોધના પૂર્વસ્પર્ધકોને સંજવલન માનમાં સંક્રમાવીને ક્ષય કરે છે. અહીં સંજવલન ક્રોધના અપૂર્વસ્પર્ધકો, કિઠ્ઠિઓ વગેરે કરવાના હોતા જ નથી, પરંતુ જેવી રીતે નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય 6, પુરુષવેદ વગેરેનો ક્ષય કર્યો તેવી જ રીતે સંજવલન ક્રોધને સંજવલન માનમાં સંક્રમાવીને તેનો સર્વથા ક્ષય કરે છે. ત્યાર પછી સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારને જ્યારે કિટ્રિકરણાદ્ધા હોય છે ત્યારે સંજવલનમાનોદયે શ્રેણિ માંડનારને અશ્વકર્ણકરણાદ્ધા હોય છે. તેમાં સંજવલન માન, સંજવલન માયા અને સંજવલન લોભના અપૂર્વસ્પર્ધકો કરે છે. ત્યાર પછી સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારને સંજવલન ક્રોધનો ક્ષપણાકાળ (ત્રણ સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા) હોય છે ત્યારે સંજવલનમાનોદયે શ્રેણિ માંડનારને કિટ્ટિકરણાદ્ધા હોય છે. અહીં સંજવલન માન, સંજવલન માયા અને સંજવલન લોભ એ ત્રણેની ત્રણ-ત્રણ એટલે કુલ નવ સંગ્રહકિઠ્ઠિઓ કરે છે. પૂર્વે કહ્યું છે કે સંજવલન માનોદયે શ્રેણિ માંડનાર નવ સંગ્રહકિટ્ટિ કરે છે, સંજવલનમાયોદયે શ્રેણિ માંડનાર છ સંગ્રહકિટ્ટિ કરે છે અને સંજવલનલોભોદયે શ્રેણિ માંડનાર ત્રણ સંગ્રહકિટ્ટિ કરે છે. ત્યાર પછી સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનાર સંજવલન માનની નવી પ્રથમસ્થિતિ કરી સંજવલન માનની ત્રણ સંગ્રહકિઠ્ઠિઓને વેદતા સંજવલન માનને ખપાવે છે તેમ સંજ્વલનમાનોદયે શ્રેણિ માંડનાર પણ સંજવલન માનની નવી પ્રથમ સ્થિતિ કરી સંજવલન માનની ત્રણે સંગ્રહકિઠ્ઠિઓને વેદતા સંજવલન માનનો ક્ષય કરે છે. ત્યાર પછી સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારને જે વિધિ કહ્યો તે જ સંજવલન માનોદયે શ્રેણિ માંડનાર માટે જાણવો. સંજવલનમાયોદયે શ્રેણિ માંડનારનું નાનાત્વ - અંતરકરણક્રિયાકાળ સુધી સંજવલન ક્રોધોદયે શ્રેણિ માંડનારની જેમ જાણવુ. ત્યાર પછી સંજવલન ક્રોધ - સંજવલન માનની પ્રથમ સ્થિતિ આવલિકા પ્રમાણ થાય છે, સંજવલન માયાની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે અને સંજ્વલન લોભની પ્રથમસ્થિતિ આવલિકા પ્રમાણ થાય છે. અહીં સંજવલન માયાની પ્રથમસ્થિતિ સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારની સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિ કરતા સંજવલનક્રોધક્ષપણાકાળ અને સંજવલનમાનક્ષપણાકાળ જેટલી અધિક જાણવી, અથવા સંજવલન માનોદયે શ્રેણિ માંડનારની સંજવલન માનની પ્રથમ સ્થિતિ કરતા સંજ્વલનમાનક્ષપણાકાળ જેટલી અધિક જાણવી. સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારને અશ્વકર્ણકરણાદ્ધા હોય છે ત્યાં સંજ્વલનમાયોદયે શ્રેણિ માંડનાર સંજવલન ક્રોધના પૂર્વસ્પર્ધકોનો ક્ષય કરે છે. સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારને કિટ્રિકરણાદ્ધા હોય છે ત્યાં સંજવલનમાયોદયે શ્રેણિ માંડનાર સંજ્વલન માનનો ક્ષય કરે છે. સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારને સંજવલન ક્રોધનો ક્ષપણાકાળ (ત્રણે સંગ્રહકિક્રિઓનો વેદનકાળ) હોય છે ત્યાં સંજવલનમાયોદયે શ્રેણિ માંડનારને ૧.ક્ષપણાસારની ગાથા ૬૦૫ની હિંદી ટીકામાં કહ્યું છે કે સંજવલન ક્રોધના પૂર્વસ્પર્ધકોને સંજવલન માનમાં પરિણમાવીને તેમનો ક્ષય કરે છે.