Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ 268 કિટ્ટિકરણોદ્ધા એક આદિધનખંડ આદિલન ગચ્છ હવે સંજવલન ક્રોધની પ્રથમ (ઉત્કૃષ્ટ) કિટ્ટિમાં આદિધનનો એક ખંડ અને ઉત્તરધનમાંથી એક ચય પ્રમાણ દ્રવ્ય આપવું. ત્યાર પછી બીજી કિટ્ટિમાં આદિધનનો એક ખંડ અને ઉત્તરધનમાંથી બે ચય પ્રમાણ દ્રવ્ય આપવું. આમ સંજવલન લોભની ચરમ (જઘન્ય) કિષ્ટિ સુધી દરેક કિષ્ટિમાં આદિધનમાંથી 1 ખંડ અને ઉત્તરધનમાંથી ઉત્તરોત્તર 1-1 ચય અધિક (જટલામી કિષ્ટિ હોય તેટલા ચય) પ્રમાણ દ્રવ્ય આપતા જવુ. એટલે અવશેષ ઘાતદ્રવ્ય સર્વ સમાપ્ત થાય છે અને સર્વત્ર એક ગોપુચ્છ પણ થાય છે. દરેક સંગ્રહકિટ્ટિમાંથી જે વ્યયેદ્રવ્ય અપાયુ હતુ તેની પૂર્તિ તો ઘાતદ્રવ્યમાંથી થઈ ગઈ. હવે જે આયદ્રવ્ય આવ્યું છે તેની વહેંચણી મધ્યમખંડ દ્રવ્ય, ઉભયચયદ્રવ્ય વગેરે વિધાન દ્વારા બતાવવામાં આવે છે. સંક્રમદ્રવ્ય (આચદ્રવ્ય) - સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં આયદ્રવ્ય ન હોવાથી તેમાં મધ્યમખંડ વગેરે આગળ કહેવાનારા વિધાનને માટે ઘાતદ્રવ્યમાંથી અસંખ્યાતમા ભાગ માત્ર દ્રવ્યને જુદુ સ્થાપી અવશેષ ઘાતદ્રવ્યને પૂર્વે કહ્યા પ્રમાણે આપવુ. એક ભાગને મધ્યમખંડ વગેરે દ્વારા આપવામાં આવે છે. આ જ રીતે અન્યત્ર પણ વેદ્યમાન સંગ્રહકિટ્ટિમાં આયદ્રવ્યનો અભાવ હોવાથી ઘાતદ્રવ્યમાંથી એક અસંખ્યાતમા ભાગરૂપ દ્રવ્ય લઇ તે મધ્યમખંડ વગેરે વિધાન દ્વારા આપવામાં આવે છે. સંક્રમદ્રવ્ય પાંચ ભાગમાં વહેંચાય છે - 1) અધસ્તનશીષચયંદ્રવ્ય 2) અપૂર્વઅધસ્તનકિટિદ્રવ્ય 3) અપૂર્વઅંતરકિટ્રિદ્રવ્ય 4) ઉભયચયદ્રવ્ય 5) મધ્યમખંડદ્રવ્ય 1) અધસ્તનશીષચચદ્રવ્ય- સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિની સમાન સર્વકિઠ્ઠિઓને કરવા માટે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની બીજી કિટ્ટિમાં એક ચય, ત્રીજી કિટ્રિમાં બે ચય યાવતુ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ઘાત થયા પછીની અંતિમ કિટ્રિમાં એક ન્યૂન ત્રીજી સંગ્રહકિટ્ટિની ઘાત થયા પછીની સર્વ કિટ્ટિ પ્રમાણ ચય આવે. આ સર્વ દ્રવ્યને એકઠું કરીએ તે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિ માટે અધિસ્તનશીર્ષીયદ્રવ્ય છે. તેવી જ રીતે સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની કિઓિને સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિષ્ટિ સમાન કરવા માટે સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્રિમાં સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ઘાત થયા પછીની કુલ કિઠ્ઠિઓ પ્રમાણ ચય, બીજી કટ્ટિમાં એક અધિક ચય એમ યાવતુ