Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ કિટ્ટિવેદનાદ્ધા 309 3) બંધચચદ્રવ્ય-બંધદ્રવ્યમાંથી બંધાંતરકિટ્ટિસમાનખંડદ્રવ્ય અને બંધઅપૂર્વઅંતરકિટ્ટિચયદ્રવ્ય ઘટાડતા જે બાકી રહે તે દ્રવ્યને બીજી સંગ્રહકિટ્ટિની સર્વ (પૂર્વ-અપૂર્વ) બંધકિટ્ટિની સંખ્યાથી ભાગતા જે આવે તેને બે દ્વિગુણહાનિ *(ગ૭–૧)] થી ભાગતા એક બંધચયદ્રવ્યનું પ્રમાણ આવે. બંધાતી સર્વ કિઠ્ઠિઓમાંની ચરમ કિટ્ટિમાં એક ચય અપાય છે, દ્વિચરમ કિટ્રિમાં બે ચય અપાય છે, એમ પ્રથમ કિષ્ટિ સુધી ઉત્તરોત્તરકિટ્રિમાં એક-એક ચય વધારે અપાય છે. યાવત્ પ્રથમ કિષ્ટિમાં બંધાતી કિટ્ટિ પ્રમાણ ચય અપાય છે. સર્વ બંધચયંદ્રવ્ય = 1 ચય + 2 ચય + 3 ચય +. .............+ બંધકિટ્ટિપ્રમાણ ચય. 4) બંધમધ્યમખંડદ્રવ્ય - બંધદ્રવ્યમાંથી ઉપરના ત્રણ પ્રકારના દ્રવ્યો ઘટાડતા જે શેષ દ્રવ્ય રહે તે બંધનું મધ્યમખંડદ્રવ્ય છે. તેને બંધાતી સર્વ કિટ્ટિઓની સંખ્યાથી ભાગતા એક મધ્યમખંડદ્રવ્ય આવે. બંધાતી સર્વ કિઠ્ઠિઓમાં એક એક મધ્યમખંડદ્રવ્ય અપાય છે. સર્વ બંધકિઠ્ઠિઓમાં બંધચદ્રવ્ય તથા બંધમધ્યમખંડદ્રવ્ય આપવાથી બંધકિઠ્ઠિઓમાં ઘાતદ્રવ્યમાંથી અને બંધદ્રવ્યમાંથી એક ઉભયચયના અનંતમા ભાગ પ્રમાણ ન્યૂન દ્રવ્ય અપાયુ હતુ તેની પૂર્તિ થઈ જાય છે. સૂક્ષ્મકિટ્રિમાં અપાતુ દ્રવ્ય - સૂક્ષ્મકિટ્ટિ સંબંધી દ્રવ્યના બે ભાગ પડે છે - 1) સૂક્ષ્મકિથ્રિચયદ્રવ્ય 2) સૂક્ષ્મકિટિસમાનખંડદ્રવ્ય 1) સૂક્ષ્મકિક્રિયદ્રવ્ય- સૂક્ષ્મકિષ્ટિ સંબંધી દ્રવ્યને પ્રથમ સમયે થતી સૂક્ષ્મકિઢિઓની સંખ્યાથી ભાગતા જે આવે તેને બે દ્વિગુણાનિ (ગ૭-૧) થી ભાગતા સૂકિષ્ટિ સંબંધી એક ચયનું પ્રમાણ આવે. ચરમ સૂક્ષ્મકિટ્ટિમાં એક ચય અપાય, દ્વિચરમ સૂક્ષ્મકિટ્ટિમાં બે ચય અપાય, એમ પ્રથમ સૂક્ષ્મકિષ્ટિ સુધી ઉત્તરોત્તર સૂક્ષ્મકિટ્રિમાં એક-એક ચય વધુ અપાય. યાવત્ પ્રથમ સૂક્ષ્મકિષ્ટિમાં સૂક્ષ્મકિટ્ટિ પ્રમાણ ચય અપાય. આ બધા ચયોનો સરવાળો તે સૂક્ષ્મકિટિચયદ્રવ્ય. સૂક્ષ્મકિષ્ક્રિયદ્રવ્ય = (1 + 2 + 3+.............+ પ્રથમ સમયે થતી સૂક્ષ્મકિટ્ટિ) xચય 2) સૂક્ષ્મકિક્રિસમાનખંડદ્રવ્ય - સૂક્ષ્મકિટ્ટિ સંબંધી સર્વદ્રવ્યમાંથી સૂક્ષ્મકિટ્ટિયદ્રવ્ય ઘટાડતા જે શેષ દ્રવ્ય રહે તે સૂક્ષ્મકિટ્ટિસમાનખંડદ્રવ્ય. આ દ્રવ્યને પ્રથમ સમયે થતી સૂક્ષ્મકિટ્ટિઓની સંખ્યાથી ભાગતા સૂક્ષ્મકિટ્ટિસમાનખંડદ્રવ્યનો એક ખંડ આવે. આવા એક-એક ખંડ દરેક સૂક્ષ્મકિટ્ટિમાં આપવામાં આવે છે. # ગચ્છ = બીજી સંગ્રહકિટ્ટિની સર્વ (પૂર્વ-અપૂર્વ) બંધકિટ્ટિઓ. A ગચ્છ = સૂક્ષ્મકિઢિઓની સંખ્યા.