Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ કિવેિદનાદ્ધા 247 સત્તામાં ન હોય. તે તે માર્ગણામાંથી નીકળી કર્મસ્થિતિકાળની અંદર જ ક્ષપકશ્રેણિનો પ્રારંભ કરે તો તે માર્ગણામાં બંધાયેલ કર્મ ક્ષેપકને સત્તામાં હોય. કષાય - ક્ષેપકને ચારે કષાયના ઉદયે બંધાયેલ કર્મ નિયમાં સત્તામાં હોય છે, કેમકે દરેક કષાયનો ઉદયકાળ અંતર્મુહૂર્ત જ છે. જ્ઞાન - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન - આ ચાર માર્ગણાઓમાં બંધાયેલ કર્મ ક્ષેપકને નિયમા સત્તામાં હોય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ઉપયોગ ક્ષેપકને ચરમભવમાં હોય છે જ. તેથી તે ઉપયોગમાં બંધાયેલ કર્મક્ષપકને સત્તામાં અવશ્ય હોય છે. મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન મિથ્યાત્વના સહચારી છે. તેથી તે ઉપયોગમાં બંધાયેલ કર્મની ભાવના આગળ કહેવાશે તેમ મિથ્યાત્વમાં બંધાયેલ કર્મની જેમ કરવી. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, વિર્ભાગજ્ઞાન - આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ ક્ષેપકને વિકલ્પ સત્તામાં હોય. અહીં કારણ એ છે કે સંસારમાં આ જ્ઞાન-અજ્ઞાન પામ્યા વિના પણ ક્ષપકશ્રેણિ માંડી શકાય છે. તેથી આ માર્ગણાઓને પ્રાપ્ત કર્યા વિના જ ક્ષપકશ્રેણિ માંડનારને આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ સત્તામાં ન હોય. તથા આ માર્ગણાઓ પ્રાપ્ત કરીને ત્યાર પછી કર્મસ્થિતિકાળ સુધી અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, વિર્ભાગજ્ઞાન વિના સંસારમાં પરિભ્રમણ કરી પછી ક્ષપકશ્રેણિ માંડનારને પણ તેટલા કાળમાં આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મની સર્વથા નિર્જરા થઇ જાય છે. એટલે તેવા ક્ષેપકને પણ આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ સત્તામાં ન હોય. અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન પામીને તે ગુમાવ્યા વિના જ ક્ષપકશ્રેણિ માંડે અથવા તે ગુમાવીને પણ કર્મસ્થિતિકાળની અંદર ક્ષપકશ્રેણિ માંડે તેને તે માર્ગણાઓમાં બંધાયેલ કર્મ સત્તામાં હોય. વિલંગજ્ઞાન પામીને ગુમાવીને કર્મસ્થિતિકાળની અંદર ક્ષપકશ્રેણિ માંડે તેને તે માર્ગણામાં બંધાયેલ કર્મ સત્તામાં હોય. કેવળજ્ઞાન માર્ગણામાં બંધાયેલ કર્મ કિથ્રિવેદક ક્ષેપકને સત્તામાં ન હોય, કેમકે તે પૂર્વે ક્યારેય કેવળજ્ઞાન પામ્યો નથી. સંચમ - સામાયિકસંયમ માર્ગણામાં બંધાયેલ કર્મ ક્ષેપકને સત્તામાં અવશ્ય હોય છે, કેમકે સંયમ વિના ક્ષપકશ્રેણિ ન મંડાય અને શેષ સંયમો પણ સામાયિકસંયમ પૂર્વકના હોય છે. અવિરતિ માર્ગણામાં બંધાયેલ કર્મ ક્ષેપકને સત્તામાં અવશ્ય હોય છે, કેમકે ચરમભવમાં પણ જઘન્યથી સાધિક 8 વર્ષ સુધી અવિરતિ હોય છે. છેદોપસ્થાપનીયસંયમ, પરિહારવિશુદ્ધિસંયમ, દેશવિરતિ - આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ ક્ષેપકને વિકલ્પ સત્તામાં હોય છે. આ માર્ગણાઓ પામ્યા વિના અથવા પામીને કર્મસ્થિતિકાળ સુધી અવિરતિ વગેરે માર્ગણામાં રહીને પછી મનુષ્યગતિમાં આવી ક્ષપકશ્રેણિ માંડે તેને આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ સત્તામાં ન હોય. આ માર્ગણાઓ પામીને કર્મસ્થિતિકાળની અંદર ક્ષપકશ્રેણિ માંડે તેને આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ સત્તામાં હોય. સૂક્ષ્મસંપરાયસંયમ, યથાખ્યાત સંયમ - આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ ક્ષેપકને સત્તામાં ન હોય, કેમકે