Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ કિટ્ટિકરણોદ્ધા 63 અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમ રસખંડનો ઘાત થયા પછી બીજા વગેરે રસખંડોનો ઘાત થાય છે. આ રીતે હજારો રસઘાત થાય ત્યારે એક સ્થિતિઘાત અને એક સ્થિતિબંધ પૂર્ણ થાય છે. આ પ્રમાણે હજારો સ્થિતિઘાત અને સ્થિતિબંધો વગેરે દ્વારા અશ્વકર્ણકરણાદ્ધા પૂર્ણ થાય છે. અશ્વકર્ણકરણાદ્ધાના ચરમસમયે સંજવલન કષાયોનો સ્થિતિબંધ૮ વર્ષ છે, શેષકર્મોની સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ છે. અશ્વકર્ણકરણોદ્ધાના પ્રથમસમયે સંવલનની સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ન્યૂન 16 વર્ષ હતો તે ઉત્તરોત્તર સ્થિતિબંધમાં અંતર્મુહૂર્ત ન્યૂન થતા થતા ચરમસમયે 8 વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમ સમયે શેષકર્મોની સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ હતો. તે ઉત્તરોત્તર સ્થિતિબંધમાં સંખ્યાતગુણહીન થતા થતા ચરમસમયે પણ સંખ્યાતા હજાર વર્ષનો સ્થિતિબંધ થાય છે. સ્થિતિસરા - અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમસમયે ચાર ઘાતકર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષની હતી અને ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્ય હજાર વર્ષની હતી. પ્રત્યેક સ્થિતિઘાત દ્વારા ઘાતકર્મોની સ્થિતિસત્તા સંખ્યાતગુણહીન અને અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્યાતગુણહીન થતા થતા અશ્વકર્ણકરણોદ્ધાના ચરમસમયે પણ ઘાતકર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષની અને અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્ય વર્ષની રહે છે. (5) કિફિકેરણાદ્ધા અશ્વકર્ણકરણાદ્ધા પૂર્ણ થયા પછીના સમયથી કિટ્ટિકરણાદ્ધા શરુ થાય છે. હાસ્ય નો ક્ષય થયા પછી શેષ ક્રોધવેદકાદ્ધાના ત્રણ ભાગ પડે છે - 1) અશ્વકર્ણકરણોદ્ધા, 2) કિષ્ટિકરણોદ્ધા, 3) ક્રોધકિષ્ટિવેદનાદ્ધા. અહીં અશ્વકર્ણકરણોદ્ધા વગેરે ત્રણે અદ્ધાનો સમાન કાળ હોય કે વિષમ કાળ હોય તે વિષે સ્પષ્ટતા નથી કરી, પરંતુ ઉપશમનાકરણમાં અલ્પબદુત્વાધિકારમાં અશ્વકર્ણકરણાદ્ધા સૌથી અધિક, કિટ્ટિકરણોદ્ધા તેથી કંઈક ન્યૂન તથા કિટ્ટિવેદનાદ્ધા તેથી કંઈક ન્યૂન કહી છે, તેવી રીતે અહીં પણ સંભવે છે. એટલે અશ્વકર્ણકરણાદ્ધા કંઈક અધિક 3 ભાગ જેટલી, તેના કરતા કિષ્ટિકરણોદ્ધા કંઈક ન્યૂન | ભાગ જેટલી અને તેના કરતા ક્રોધકિષ્ટિવેદનાદ્ધા કંઈક ન્યૂન : ભાગ જેટલી હોઈ શકે. કાર્ય - કિટ્રિકરણાદ્ધાના પ્રથમસમયે નવો સ્થિતિબંધ, નવો સ્થિતિઘાત અને નવો રસઘાત શરુ કરે છે. ચાર ઘાતી કર્મોનો સ્થિતિખંડ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ છે. ત્રણ અઘાતી કર્મોનો સ્થિતિખંડ અસંખ્યવર્ષ પ્રમાણ છે. વિશેષક્રિયા-અશ્વકર્ણકરણાદ્ધામાં જેમ અપૂર્વસ્પર્ધકોની રચના થતી હતી તેમ કિફ્રિકરણાદ્ધામાં સંજવલન ક્રોધ વગેરેના પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોમાંથી દલિકને લઈને (અપવર્તીને) અત્યંત હીનરસવાળી કિઠ્ઠિઓ કરે છે.