________________
છેક કોકોકો )
89))))))))હ્00000000000000000000000000000
કયવન્ના રાસમાળા પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ વિધાયાત્રામાં અવિરત નવા સોપાન સિદ્ધ કરનારા ડૉ. ભાનુબેન સત્રાને હાર્દિક અભિનંદન. તેમની સંશોધન યાત્રાનો પ્રારંભ મારી પાસે પી.એચ.ડી. નિમિત્તે કવિ કહષભદાસના
સમકિતસાર રાસ'ના અધ્યયનથી થયું. તે પછી ખંભાતવાસી શ્રાવક કવિ બટષભદાસના વિવિધ છે રાસોના સંપાદનની એક શૃંખલા આરંભાઈ.
કવિ બદષભદાસના વિવિધ રાસોના સંપાદન કરતાં ધ્યાનમાં આવ્યું કે, કવિએ જે વિવિધ વિષયો લીધા છે, તે વિષય પર બીજા પણ અનેક કવિઓએ રાસ સર્જન યા સક્ઝાય આદિનું શું આલેખન કર્યું છે. ભાનુબેને આ સર્વ કૃતિઓ પરિશ્રમપૂર્વક મેળવી એક માળામાં ગૂંથી પ્રસ્તુત કર્યા. આકૃતિઓનું તુલનાત્મક અધ્યયન પણ ખૂબ ચીવટપૂર્વકકર્યું.
આવા સંપાદનોની પરંપરામાં દીવાળીના દિવસોમાં ચોપડાપૂજન સાથે જેનું નામ સંકળાયું છે, એવી સૌભાગ્યભંડાર કયવન્નાની કથાનું સંપાદન આ પુસ્તકમાં પ્રસ્તુત છે. કુલ ૧૮ $ જેટલા પ્રાચીન - અર્વાચીન કયવન્ના અંગેની રચનાઓ તેમજ તેના તુલનાત્મક અધ્યયનથી આ ગ્રંથ $ શોભે છે.
કયવન્નાની કથાના બે મુખ્ય કથાઘટકો છે. બાળપણમાં કામકલામાં અશિક્ષિતા યુવાનને ગણિકાગૃહે કામકળાનું શિક્ષણ આપવા વડીલો દ્વારા મોકલવો અને પૂર્વની શ્રીમંત વ્યક્તિ ભાગ્યયોગે નિર્ધન થાય તે પુનઃ દેવી સહાયથી યા અન્ય રીતે ધનવાન - ઐશ્વર્યવાન બને. કવિઓએ કયવન્નાના જીવનના આ બન્ને ઘટકોની સુંદર રીતે રજૂઆત કરી છે.
ગૃહસ્થ જીવનમાં ચાર પુરુષાર્થો વર્ણવવામાં આવ્યા છે. કયવન્નો પ્રારંભિક જીવનમાં કેવળ ધર્મપુરુષાર્થને પ્રધાન ગણતો, જેથી તેની પત્ની દુ:ખી થઈ. મધ્યના જીવનમાં કેવળ કામપુરુષાર્થને જ પ્રધાન ગણતો, આથી સમગ્ર કુટુંબનું ઐશ્વર્ય નષ્ટ થયું. અંતે, ભાગ્યયોગે પૂર્વના છે સુકૃત્યોના પરિણામે અપાર ધન પ્રાપ્ત કર્યું. વળી, પુણ્યયોગે કલ્યાણમિત્રની સંપ્રાપ્તિ થઈ. આ અભયકુમાર જેવા કલ્યાણમિત્રને પ્રાપ્ત કરી ગૃહસ્થજીવનની ચતુર્વિધ પુરુષાર્થની સમગ્ર ગોઠવણ છે કરી, અંતે પરમલક્ષ્ય સમા મોક્ષપુરુષાર્થ માટે દીક્ષાને ધારણ કરી સદ્ગતિને પ્રાપ્ત કરી. આ કથા દર્શાવે છે કે, ગૃહસ્થજીવનમાં સર્વે પુરુષાર્થોની કાળજી લેવી પરંતુ બીજા પુરુષાર્થો પણ ધર્મપુરુષાર્થથી હૈ સિદ્ધ થાય છે, માટે ધર્મપુરુષાર્થ કદી ન છોડવો અને મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ માટે પણ મનુષ્ય જન્મમાં લક્ષ્ય કેન્દ્રિત કરવું.
ભાનુબેન પાસેથી આવા વધુ અને વધુ સંપાદનો પ્રાપ્ત થતાં રહે એવી શુભેચ્છા સાથે જ છે & વિવિધ કથાઓના માધ્યમથી આપણે સૌ આપણા શુદ્ધ સ્વરૂપ પ્રતિ પ્રયાણ કરીએ એ જ હિમંગલકામના.
- ડૉ. અભય દોશી (અધ્યક્ષ અને એસોસિયેટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, મુંબઈ વિદ્યાપીઠ)
(2છે હજી 0 0
0 0 0 0 0 0 0 0 0