________________
૨
રાસમાળા'માં પ્રસ્તુત છે. વાસ્તવમાં આ કથા ‘આવશ્યક નિર્યુક્તિ' જેવા આગમ ગ્રંથમાં પ્રાકૃત ભાષામાં છે. આ મૂળ કથાનું ઓઠું લઈને કેટલાક વિદ્વાનોએ પોતાની રુચિ અનુસાર કાલ્પનિક તત્ત્વો તેમજ નવાં નવાં રૂપાંતરો ઉમેરી, કેટલાક સુધારા-વધારા કરી કથાને રસિક બનાવવાની જહેમત ઉઠાવી છે.
આ કથાનું એક આગવું સ્થાન અને પોતિકું મૂલ્ય છે. સુપાત્ર દાન અને તેની વિધિની ઊંચી ભૂમિકા આ કથા પ્રસ્તુત કરે છે, જે પાઠકોના હ્રદયમાં નવી ચેતનાનો સ્પર્શ જગાવે છે.
દિવાળીના દિવસોમાં ચોપડાઓના પ્રથમ પૃષ્ઠ ‘કયવન્ના શેઠનું સૌભાગ્ય હોજો' આવું કંકુથી લખાય છે. તેમ જ પ્રતિક્રમણ કરતાં નિત્ય ભરહેસરની સજ્ઝાયમાં ‘કયવન્નો અ સુકોષલ' એવુ પંક્તિગાન થાય છે. અજબગજબના સૌભાગ્યના સ્વામી શ્રી કયવન્ના શેઠનું જીવન કવન પ્રસ્તુત રાસમાળમાં પ્રગટ થયું છે.
‘શ્રી તત્ત્વાર્થસૂત્ર’ (૭/૩૧)માં વાચક ઉમાસ્વાતિજી કહે છે, “વિધિ-દ્રવ્ય-વાતૃ-પાત્ર વિશેષાત્ તદ્વિશેષઃ ।’’ વિધિ, દેયવસ્તુ, દાતા અને પાત્રની વિશેષતાથી થોડુંપણ દાન વિશિષ્ટ ફળ અપાવે છે. કથાનાયકે પૂર્વે આહીરના ભવમાં માસક્ષમણના તપસ્વી મુનિરાજને અત્યંત ઉલ્લસિત ભાવે ખીર વહોરાવી હતી. ખીર વહોરાવતાં પૂર્વે મહાત્માને પોતાને ત્યાં ભિક્ષા માટે આવવાની વિનંતી કરી. ખીર વહોરાવ્યા પછી વિધિપૂર્વક તેમને વળાવવા પાંચ-છ પગલાં સાથે ગયો. શાલિભદ્રના પૂર્વભવની જેમ અહીં પણ નિર્ધન બાળકને ખીરની સામગ્રી પાડોશણો દ્વારા મળી. પાડોશણોએ પરોપકાર નિમિત્તે સામગ્રી આપી. લેનાર મહાત્મા પંચમહાવ્રતધારી, તપસ્વી મુનિરાજ હતા. તેમણે અદીન ભાવે, નિઃસ્પૃહતા પૂર્વક, સંયમના નિર્વાહ હેતુ આહાર ગ્રહણ કર્યો. આમ વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની વિશુદ્ધતા હતી તેથી દાન ‘મહાદાન' બન્યું.
બાળકે થાળીમાં ખીર ઠારી, ખીરમાં લીટી કરી. અડધી વહોરાવવાની ભાવનાથી ખીર મુનિરાજના પાત્રમાં ધરી. પ્રવાહીનો ઢળવાનો સ્વભાવ હોવાથી અડધી ખીર પાત્રમાં ઢળી પડી. ત્યાં બાળસહજ સ્વભાવથી પોતાનો વિચાર આવ્યો અને વળતી જ પળે સહેજ થંભી પુનઃ ભાવમાં વૃદ્ધિ આવી અને ફરી પાછી થોડી ખીર વહોરાવી. પુનઃ ક્ષણ વાર થોભ્યો અને બીજી જ ક્ષણે વર્ધમાન ભાવે સંપૂર્ણ ખીર વહોરાવી દીધી.
આ જગતમાં દેવ-ગુરુ એ ઊંચા તત્ત્વો છે. તેમની ઊંચી કોટિની ભક્તિથી ઊંચું પુણ્ય બંધાય છે. તેમને આહાર,વસ્ત્ર, પાત્ર, ઔષધ, સ્થાન, પથારી (સંથારો) જેવી સામગ્રી આપી ભક્તિ કરનાર આ સંસાર સાગરને ઝડપથી તરી જાય છે.
દાન આપ્યા પછી તેની ગુપ્તતા અને સુકૃત્યની મનોમન અનુમોદના કરતાં બાળક બીજા ભવમાં ઉચ્ચ કુળમાં, શ્રીમંત ઘરે સુખસાહેબી સાથે જન્મ્યો. ખરેખર! સુપાત્ર દાનના કારણે તેની તાસીર ૧. આવશ્યક નિયુક્તિ ગા-૮૪૭ એમાં કયવન્ના વિષે માહિતી છે. દાનના પ્રભાવે ચારિત્ર સામાયિકની પ્રાપ્તિ કરેલ છે. (લે. આચાર્ય મલયગિરિજી, પ્ર ચંદ્રશેખરવિજયજી)