________________
૧૩
સગર્ભાવસ્થાના પ્રાથમિક લક્ષણો(વમન) વરતાવા શરૂ થયા. રાજવૈધે નાડી પરીક્ષણ કર્યું. ‘“શેઠાણીને બીજો માસ ચાલે છે.’’ માતૃત્વનો આશા છોડ અણધાર્યો ફલિત થતો જોઈ સુભદ્રાનું હૈયું આનંદથી ઉછળી રહ્યું. અકથ્ય અને અગમ્ય ભાવો અંતરમાં અવતરીત થતાં હતાં. પૂર્વભવમાં પુણ્યનો સંચય કરીને આવેલા કોઈ પુણ્યાત્મા શેઠાણીની કૂખે અવતર્યો. એના પ્રભાવે શેઠ-શેઠાણીને વિવિધ પુણ્ય કાર્યો કરવાના મનોરથો પેદા થયાં. શેઠ-શેઠાણીએ દાન પુણ્ય કરવામાં અને હર્ષોત્સવમાં કંઈ કચાશ ન રાખી.
સમયને કોણ રોકી શક્યું છે? નવ માસ અને દસ દિવસે રાત્રિના પ્રથમ પ્રહરે સુભદ્રા શેઠાણીએ સુખરૂપે પુત્રરત્નને જન્મ આપ્યો. ધનેશ્વર શેઠના ભવનમાં આનંદની લહેરી વ્યાપી ગઈ. ભવ્યાતિભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. દાસ-દાસીઓને અમૂલ્ય ભેટો આપવામાં આવી.
રૂપરૂપના અંબાર સમા નવજાત શિશુને પોતાના પડખામાં જોઈ સભદ્રાનું હૃદય માતૃત્વની તૃપ્તિથી છલકી ઉઠ્યું. રાજ જ્યોતિષીએ આપેલા શુભ દિવસે બાળકનું નામકરણ કરવામાં આવ્યું. ગર્ભકાળ દરમ્યાન માતાને પુણ્ય કાર્ય કરવાના મનોરથો જાગ્યાં હોવાથી તે બાળકનું નામ ‘કૃતપુણ્ય’ (કયવન્ના) રાખવામાં આવ્યું. જે પુણ્ય કરીને આવ્યો હોય તે યોગાનુયોગ બાળકને મળેલું નામ ખરેખર સાર્થક હતું. પૂર્વભવમાં વિશિષ્ટ પુણ્યબંધ થવાથી જ આ બાળક ધનેશ્વર શ્રેષ્ઠીને ત્યાં જન્મ્યો હતો. પાંચ પાંચ ધાવમાતાઓ કૃતપુણ્યનું પાલનપોષણ કરતી હતી. લાડકોડમાં ઉછરેલો કૃતપુણ્ય ચાંદીના ચમચે દૂધ પીતો, સોનાના સોગઠે અને રત્નના રમકડાથી રમીને મોટો થયો.
કૃતપુણ્ય !
તે સ્વભાવે શાંત, વિનયી અને માયાળુ હોવાથી પ્રાણપ્યારો બન્યો. તેના ભવ્ય લલાટ પરથી ભાગ્યરેખાનો પ્રકાશ કંઈક અપૂર્વ ભાસતો હતો.
પાંચ વર્ષની વયે તો ઘરનું આંગણું ત્યજી તેણે વિધાભ્યાસ માટે પારંગત જ્ઞાની અધ્યાપકનું શરણું સ્વીકાર્યું. તેજસ્વી જ્ઞાન પ્રતિભા ધરાવતા કૃતપુણ્યે અભ્યાસમાં ચિત્ત પરોવી માતા શારદાની પુણ્ય
પ્રસાદી મેળવી થોડા જ વરસોમાં વિધા પ્રાપ્ત કરી. તેણે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો.
કૃતપુણ્ય જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એની સમજણ અને તેની વૃત્તિ-પ્રવૃત્તિમાં સંસાર તરફનો ઝોક ઘટતો ગયો. તે માતા-પિતા સાથે મુનિ ભગવંતોના દર્શનાર્થે જતો. તેમના ઉપદેશો સાંભળી કૃતપુણ્યે એટલી તારવણી કાઢી કે,‘‘આ સંસારનું સ્વરૂપ આધિ, વ્યાધિ અને ઉપાધિથી સંતપ્ત છે. જ્યાં સંપત્તિની રેલમછેલ છે, ત્યાં તે સંપત્તિ સાચવનારનો પ્રશ્ન છે. જ્યાં સમૃદ્ધિ નથી ત્યાં તેને પ્રાપ્ત કરવાની આંધળી દોટ મૂકાય છે. કોઈ જગ્યાએ સુખ તો કોઈ જગ્યાએ દુઃખનો વિપાક નજરે ચડે છે. જન્મ, જરા અને મૃત્યુથી પ્રાણી ઘેરાયેલો છે. તે સર્વનો એક માત્ર ઉપાય છે, આ સંસારના રંગ-રાગોથી અલિપ્ત રહેવું અને જીવનમાં ધર્મને પ્રાથમિકતા આપવી જોઈએ.’
વિધાવ્યાસંગી કૃતપુણ્યે ધીમે ધીમે જીવનમાં ધર્મને પ્રમુખતા આપી. સાહિત્યની ચર્ચામાં અને ધાર્મિક અભ્યાસમાં તે આનંદ માનવા લાગ્યો. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે