________________
૩૦
શકે?
ધનદેવ શેઠના સૌભાગ્યનો સૂર્ય પ્રતાપી રહ્યો હતો ત્યાં અચાનક દુર્ભાગ્યના શ્રીગણેશ. મંડાયાં. વિધિની વક્રતા જુઓ, શેઠનો એકનો એક જુવાનજોધ દીકરો જિનદત્ત અલા માંદગી ભોગવી મૃત્યુ પામ્યો. જિનદત્તને કોઈ સંતાન ન હતું. અકાળે પુત્રની જીવન જ્યોત બુઝાઈ જતાં શેઠના પરિવાર ઉપર કાજળ-કાળા ઓછાયા ઉતરી આવ્યાં. પત્નીઓને માથે આભ ફાટી પડ્યું. શેઠ-શેઠાણીને વારસદારની ચિંતા કોરી ખાતી હતી કારણકે તે સમયની રાજનીતિ અનુસાર તેમની સઘળી સંપત્તિ રાજા ખાલસા કરે તેમ હતા. શેઠાણીએ પુત્રવધૂઓની દિલની લાગણીનો અંશ માત્ર વિચાર કર્યા વિના જ સંપત્તિના બચાવ માટે નિર્ણય લીધો કે, “જુઓ, જિનદત્ત ચાલ્યો ગયો છે. હવે તે રડવા કૂટવાથી પાછો આવવાનો નથી. જિનદત્તનો પુત્ર ન હોવાથી આ નગરનો રાજા અપુનિયાનું ધન જપ્ત કરશે એવી ભીતિથી દોલત લુંટાઈ ન જાય તે માટે કોઈએ પણ આંખમાં આંસુ ન લાવવાં. અત્યારે આ શબને જમીનમાં દાટી દઈ અપમૃત્યુની ઘટનાને દાબી દઈએ.” રૂપવતી શેઠાણીનો પુત્રવધૂઓ પર જબરો કાબૂ હોવાથી તેઓ કોઈ કંઈ ન બોલી શકી.
જો કે ધનદેવ, રૂપવતી અને પુત્રવધૂઓ માટે આંખના ધસમસતા આંસુ ખાળવા તે કપરું કાર્ય હતું, છતાં અર્થની લાલસાએ તેઓએ આંખના આંસુ અને વેદનાને દબાવી દીધાં. જિનદત્તના અણધાર્યા મૃત્યુનો શોક પાળવાનો અભિગમ મુલતવી રાખવામાં આવ્યો.
હવે ધનદેવ શેઠ-શેઠાણી લક્ષ્મીની સુરક્ષા માટે બીજા કોઈ નવયુવાનને દીકરા તરીકે શોધવાના વલણમાં હતા. તેમણે આ જટીલ કાર્ય પોતાના અંગત વિશ્વાસુ અને કાર્યદક્ષ મુનીમને સોંપ્યું. “મુનીમજી! આ કાર્યખૂબ ગંભીરપણે કરવાનું રહેશે. જ્યાં સાર્થવાહ ધનપતિનો પડાવ છે ત્યાં જઈ કોઈ નવયુવાનનું અપહરણ કરી અહીં લઈ આવો, જેને રાજવી સમક્ષ પુત્ર તરીકે ખતવી શકાય. આ કાર્ય આજે રાત્રે જ પૂરું થવું જોઈએ. કેમકે કાલે આ સાથે પરદેશનો પ્રવાસ ખેડવાનો છે. આ કાર્યમાં તમે કરી શકશો. તમારી સાથે શેઠાણી અને પુત્રવધૂઓ બંધ રથમાં આવશે.”
કર્તવ્યનિષ્ઠ મુનીમે પવનવેગી અશ્વરથ તૈયાર કર્યો. મધ્યરાત્રિના સમયે શેઠાણી અને તેમની ચાર પુત્રવધૂઓ બંધ રથમાં બેસી વણઝારાનાં પડાવ પાસે આવ્યા. મુનીમે રથ વણઝારાના પડાવથી થોડો દૂર ઉભો રાખ્યો.
સુમસામ ભયંકર રાત્રિના સમયે હાથમાં દીપક લઈ શેઠાણી અને પુત્રવધૂઓ ધનપતિ
૨. સર્પદંશથી મૃત્યુ પામ્યો- કયવના શેઠયાને માયાનો ચમત્કાર. .શેઠાણીએ સ્વયં નવયુવાન શોધવાનું કાર્ય કર્યું. (ભરતેશ્વર બાહુબલિની વૃત્તિ) 3. રૂપવતી શેઠાણીની પ્રેરણાથી ચારે પુત્રવધૂઓ દેવાલયમાં સાસુ સાથે રાત્રિના સમયે આવી. શેઠાણીએ ખાટલા ઉપર સૂતેલા તેજસ્વી અને રૂપાળા પુરુષને દીવાના પ્રકાશમાં જોયો. સાસુએ કુલીન પુરુષ જાણી પુત્રવધૂઓને ઈશારો કર્યો. ચારે પુત્રવધૂઓ નાજુક હોવા છતાં સાસુના રૂબાબથી મૌન સેવી, પગનો અવાજ કર્યા વિના જ ખાટલા સહિત પુરુષને ઉપાડી હવેલીમાં લાવી. (કયવન્ના શેઠ, લે. વિમલકુમારધામી)