________________
૩૬
થોડી જ પળોમાં સ્વસ્થ થઈ તેણે ધન્યાને ક્ષેમકુશળતા પૂછી. ધન્યાએ આસપાસ નજર કરી. કંઈ ના દેખાયું તેણે મનમાં વિચાર કર્યો ‘સ્વામીનાથ પરદેશ જઈ કમાયા વિના પાછા આવ્યા લાગે છે. કંઈ વાંધો નહીં. મારે મન તો સ્વામીનાથ હેમખેમ પાછા આવ્યા તે જ મોટી કમાણી છે. અત્યારે તે અંગે કોઈ વાતચીત નથી કરવી.” "ધન્યા કૃતપુયને પોતાના મહેલ ભણી તેડી લાવી. બન્ને સ્ત્રીઓએ પતિનો સત્કાર કર્યો.
હવેલીમાં પ્રવેશતાં જ રૂપ રૂપના અંબાર સમા બાળક પર નજર પડી. ધન્યાએ પિતા અને પુત્રને પરિચય કરાવ્યો. બાળક “પિતાજી...” કહી દોડીને બાથે વળગ્યો. કૃતપુણ્ય પુત્રને હૈયા સરસો ચાંપ્યો. પિતા-પુત્રના મિલનથી અનેરી પ્રસન્નતા છવાઈ ગઈ.
પુણ્યનિધિ બહાર રમવા ગયો. પતિ-પત્ની પોતાના ભૂતકાળને વાગોળી રહ્યાં હતાં. ત્યાં પુણ્યનિધિ ઘરે પાછો આવ્યો. તે શાળામાં જવા નીકળ્યો. તેણે ખાવા માટે સુખડી માંગી. કૃતપુણ્યએ ખેસના છેડે બાંધેલી ગાંઠ છોડી તેમાંથી લાડુ કાઢી પુત્રને આપ્યો. લાડુ લઈ પુણ્યનિધિ શાળામાં ગયો. શાળામાં છુટ્ટી પડતાં તેણે મિત્રોને લાડુ ખાવા બોલાવ્યા. તેણે જેવા મોદકના બે ટુકડા કર્યા, ત્યાં જ તેમાંથી ઝગારા મારતું રત્ન બહાર નીકળ્યું.
ચમકતી વસ્તુને જોઈ કંદોઈના પુત્રએ તેને તરાપ મારી ઉપાડી લીધું અને રત્ન લઈ દોડયો. પોતાની વસ્તુ મેળવવા પુણ્યનિધિ તેની પાછળ દોડયો. થોડો દૂર જઈને બાળક પોતાની દુકાનમાં ચાલ્યો ગયો. પુણ્યનિધિ રડતો રડતો તેની પાછળ ગયો. કંદોઈએ પુત્રના હાથમાં એક બહુમૂલ્ય રત્ન જોયો. કંદોઈએ તે રત્ન રડતા પુણ્યનિધિના હાથમાં મૂક્યો.
પુણ્યનિધિ અવારનવાર કંદોઈની દુકાને મીઠાઈ લેવા જતો હતો. કંદોઈએ લાલચમાં આવી રત્ન પડાવી લેવા પુણ્યનિધિને ફોસલાવતાં કહ્યું, “લાડુમાંથી જે ચળકતો પથ્થર નીકળ્યો, એ મને બતાવ. તેના બદલામાં હું તને મીઠાઈ આપીશ.” પુણ્યનિધિએ એ પથ્થર કંદોઈને આપ્યો. કંદોઈના હાથમાંથી અચાનક છટકી એ પથ્થર પાણીના એક પાત્રમાં પડયો. પથ્થર પડતાં જ પાણી બે ભાગમાં વહેંચાઈ ગયું. કંદોઈ બોલી ઉઠયો, “ઓહ! આ તો જલકાંત મણિ!” અમૂલ્ય જલકાંતમણિ હાથમાં આવ્યા બાદ કંદોઈએ વહાલથી પુણ્યનિધિને કહ્યું, “આ પથ્થર મને આપી દે. તેના બદલામાં હું તને રોજ ભાવતી મીઠાઈ આપતો રહીશ.” પુણ્યયનિધિ ખુશખુશાલ થઈ ગયો. બાળકે મીઠાઈના લોભમાં પથ્થર સમજી કિંમતી રત્ન કંદોઈને આપી દીધું. પુણ્યનિધિએ આ વાત મા-બાપને ન કરી. કંદોઈએ પુણ્યનિધિને ફોસલાવી રત્ન ઝૂંટવી લીધું.
રત્ન ઝૂંટવી લેવા છતાં તે કંદોઈના ભાગ્યમાં વધુ સમય ન રહી શક્યું. કૃતપુણ્યના સૌભાગ્યને ભૂંસવામાં કંદોઈને સફળતા ન મળી.
મગધની રાજધાની રાજગૃહી હતી. મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. તેમના પુત્રનું નામ ૧. દેવાલયના પૂજારીએ કૃતપુણ્યને ઓળખી લીધો. તેણે કૃતપુણ્યને તેના ઘરે પહોંચાડયો. (યતીન્દ્રવિજયજી કૃત કયવન્ના ચરિત્રમ)