________________
()(92090909090909000000000000000000000000 2008
(2009 (20) ((2009 (2009 (((2009 (૪
રાસ સાહિત્યના મોતીની ખેતી.
- પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ હું મરજીવાનું કામ તો તમે જાણો જ છો. ઊંડા સાગરમાં ડૂબકી મારીને એ મૂલ્યવાન મોતી છે હું બહાર લઈ આવે છે. મારી દષ્ટિએ સંશોધનના ક્ષેત્રે પણ આવા કેટલાક મરજીવા હોય છે કે જે સેંકડો. હું વર્ષોથી અપ્રકાશિત એવ ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની જ્ઞાનભંડારોમાં રહેલી હસ્તપ્રતો લઈને અથાગ પરિશ્રમથી એનું સાપાદન કરીને એ સાહિત્ય સમૃદ્ધિપ્રકાશમાં લાવે છે.
મરજીવો મોતી લઈને આવે, એવી રીતે “કયવન્ના રાસમાળા' ગ્રંથમાં શ્રીમતી ડૉ. હું ભાનુબેન શાહ (સત્રા) તેજસ્વી મોતીઓ સમી કૃતિ લઈને આવ્યાં છે. એનું વિશેષ કારણ તો છે કે હું હું ભાનુબહેનનું બાળપણ એક એવા સમાજમાં વીત્યું કે જ્યાં છોકરીઓ માંડ એસ.એસ.સી. સુધી આ
અભ્યાસ કરતી હતી. આવે સમયે એમનામાં ભણવાની લગની જોઈને એમના પિતા ભારમલભાઈ $ અને માતા ડાહીબહેને પોતાની આ પુત્રીને અભ્યાસની સઘળી સુવિધા કરી આપી. અભ્યાસ પછી
ઘરગૃહસ્થીનો પ્રારંભ થયો અને બંને પુત્રોનાં લગ્ન થઈ જતાં, સમયની અનુકૂળતા સાંપડતાં ફરી ફરી એમનો વિધાપ્રેમ સોળે કળાએ પ્રગટી ઉઠયો. પરિણામે કવિ ઋષભદાસના ‘સમકિત સાર રાસ'
પર ડૉ. અભયદોશીના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી.ની પદવી મેળવી. પદવી એ વિધા-સાધનાનું છે પૂર્ણવિરામ નહીં, પણ વિદ્યાસાધનાના પ્રારંભ પૂર્વે ઊંચકાતો પડદો છે અને એ રીતે પીએચ.ડી.ની. છે પદવી મેળવ્યા પછી ભાનુબહેને શ્રાવક કવિ કષભદાસની બધી અપ્રકાશિત રચનાઓ પ્રગટ કરવાનું મન થયું.
ખંભાતના શ્રાવક કવિ બદષભદાસે કુલ બત્રીસ જેટલા રાસાઓ રચ્યા છે અને રાસાસાહિત્યમાં એમનું મૂલ્યવાન પ્રદાન છે. આથી કવિ ઋષભદાસ રચિત “શ્રેણિક રાસ' અને ‘અભયકુમાર રાસ', ‘રોહિણેય રાસ' તથા એ પછી ‘અજાપુત્ર રાસ' અને હવે ‘કયવન્ના રાસ' પર છે ડૉ. ભાનુબહેન શાહે સંશોધન કાર્ય કર્યું છે. સંતો પાસેથી એમને હસ્તપ્રતોની લિપિ ઉકેલવાની છે તાલીમ મળી હતી. પરિણામે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જુદા જુદા સમયની લિપિમાં આવતાં પરિવર્તનોને પણ એ આસાનીથી પારખી શક્યાં.
આમેય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રાસસાહિત્યની અસંખ્ય કૃતિઓ મળે છે છે અને દુર્ભાગ્ય એ છે કે એમાંથી માત્ર જૂજ કૃતિઓનું જ સંશોધન અને સંપાદન થયું છે. મધ્યકાળમાં કે જેમ જૈન સાધુ કવિઓને હાથે ફાગુનું કાવ્યસ્વરૂપ વ્યાપકપણે ખેડાયું અને સતત વિકસતું રહ્યું, એ જ તે રીતે આ રાસાનું સ્વરૂપ જૈન આચાર્ય શાલિભદ્રસૂરિ દ્વારા વિ.સં. ૧૨૪૧માં 'ભરતેશ્વર બાહુબલિ . ફિ રાસ'થી શરૂ થયું અને આ સ્વરૂપ એવું તો ખીલતું ગયું કે અમદાવાદમાં જન્મેલા અને ‘શુભવીર'ને ફસ ફિ નામે ઓળખાતાં પં. વીરવિજયજીના સં. ૧૮૯૬માં રચાયેલા ધમિલ-કુમાર રાસ’ સુધી સાવંત છું ફિ વહેતું રહ્યું. ‘ભરતેશ્વર બાહુબલિ રાસ'થી આરંભાયેલા આ સ્વરૂપમાં વિક્રમના છેક ઓગણીસમા હું હું સૈકા સુધી રચાયેલી કૃતિઓ મળે છે. આથી જ પ્રાચીન ગુજરાતી સાહિત્યના નરસિંહ પૂર્વેના સમયના ફ્રિ હું સાહિત્યને પદ્મશ્રી કે. કા. શાસ્ત્રીએ રાસયુગ’ને નામે ઓળખાવ્યો હતો.
99090 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0