________________
())))))))))))))))))))))))(4)
સ્વકથ્યમ્
‘ધર્મસ્ય ગતિ પર્વ વાનમ્' અર્થાત્ ધર્મનો પ્રારંભ દાનથી થાય છે. દાન, શીલ, તપ અને ભાવ આ પ્રકારના ધર્મમાંથી દાન એ ધર્મનું આદિ બિંદુ, પ્રથમ સોપાન અને મોક્ષનો દ્વારપાળ છે. પ્રત્યેક તીર્થંકરો ‘પરમ’નો યાત્રારંભ કરવા પૂર્વે એક વર્ષ પર્યંત નિત્ય ત્રણ પહોર સુધી કુલ ત્રણ અબજ, અઠ્ઠયાસી કરોડ, એંસી લાખ સોનામહોરોનુંદાન આપી દાનની મહાગંગા વહાવે છે. હસ્તિનાપુરના પ્રાંગણમાં શ્રેયાંસકુમારના કરકમળો વડે ૪૦૦ ઉપવાસના તપસ્વી શ્રી ૠષભદેવ સ્વામીનું ઇક્ષુરસ વડે પારણું થયું. ત્યારથી આ અવસર્પિણી કાળમાં સુપાત્ર દાનના શ્રી ગણેશ મંડાયા.
ધન્ના સાર્થવાહે સંતોને ઘીના ઘડા વહોરાવી, મોક્ષતરુના બીજરૂપ બોધિબીજની પ્રાપ્તિ કરી. સુબાહુકુમારે સુદત્ત અણગારને પ્રાસુક, નિર્દોષ આહાર વહોરાવી મોક્ષરૂપી મહાનનિધિ મેળવી. નયસારે જંગલમાં માર્ગ ભૂલેલા, શ્રમિત મહાત્માને નિર્દોષ આહાર વહોરાવી નગરનો માર્ગ બતાવ્યો. પરોપકારી મહાત્માએ અનુકંપાથી પ્રેરાઈ તેને સમ્યક્ત્વઃપ્રાપ્ત કરાવી મોક્ષમાર્ગે ચડાવ્યો.
શ્રાવકના ત્રણ મનોરથમાં પ્રથમ મનોરથ એ છે કે, ‘હે પ્રભુ! એ દિવસ મારા માટે કલ્યાણકારી અને ધન્ય થશે, જે દિવસે હું મારા પરિગ્રહનો સુપાત્રની સેવામાં ત્યાગ કરી પ્રસન્નતા અનુભવીશ, મમતાના ભારથી મુક્ત બનીશ. શ્રાવકના બારમા વ્રતમાં નિયત કર્યું છે કે, ‘ગૃહસ્થ ભોજનની વેળાએ કોઈ સુપાત્ર, અતિથિ, મહાત્મા અથવા અનુકંપા પાત્ર વ્યક્તિને પોતાનામાંથી સંવિભાગ કરવાની ભાવના કરે.’
પ્રસ્તુત કૃતિનું ગુરુત્વ મધ્યબિંદુ દાનધર્મ છે. આ કથા દાનમાં પણ ભાવધર્મને સર્વોપરિતા આપે છે. માનવીની ગરિમા કે ગર્તા તેના ભાવોની ઉદાત્તતા કે અધમતા પર નિર્ભર છે. દાન, શીલ, તપ એ ભાવવિના નિષ્પ્રાણ છે.
દાનમાં વસ્તુ નહીં પરંતુ અંતઃકરણની મુખ્યતા છે. ચંદનબાળાએ મુઠ્ઠીભર અળદના બાકુળા દાનમાં આપ્યા પરંતુ તેની ઉત્તમ ભાવના, શ્રદ્ધા, ભક્તિ, નિઃસ્વાર્થતા, નિઃસ્પૃશ્યતા મુખ્ય હોવાથી તે દાન ‘અહોદાનં' કહેવાયું જ્યારે નાગશ્રી બ્રાહ્મણીનું તપસ્વી મહાત્માને હર્ષપૂર્વક, ઉકરડો સમજીને, આબરૂ સાચવવા અપાયેલું કડવી તુંબડીનું સુગંધી શાક નિંદાપાત્ર અને સંસારવૃદ્ધિનું કારણ બન્યું. નંદમણિયારનું આસક્તિ અને પ્રતિષ્ઠાયુક્તદાન તિર્યંચગતિનું કારણ બન્યું.
દાનધર્મની યશોગાથા વર્ણવતી, દાનધર્મની વિધિનું દિશાચિંધણું કરતી એક વિરલ વિભૂતિની અદ્ભુત, આશ્ચર્યજનક અને ચમત્કારી કથા આ રાસમાળામાં પ્રસ્તુત છે.
દિવાળીના સપરમા દિવસોમાં ચોપડાપૂજન કરતાં જૈનો આ ચાર મહાનુભવોને અચૂક યાદ કરે છે. નવા ચોપડાના પ્રારંભે મંગલાચરણરૂપે કંકુથી ગૌતમસ્વામીની લબ્ધિ, અભયકુમારની બુદ્ધિ, શાલિભદ્રની ૠદ્ધિ અને કયવન્નાનું સૌભાગ્ય અચૂક લખાય છે. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થયેલા ચાર ઉત્તમ પુરુષોમાંથી પ્રસ્તુત ગ્રંથમાં પુણ્યશ્લોકી કયવન્ના - કૃતપુણ્ય શેઠની પ્રસિદ્ધ છતાં ઓછી પરિચિત અને શાલિભદ્રના પૂર્વભવ સાથે કંઈક અંશે સામ્યતા ધરાવતી કથા પ્રસ્તુત છે. પૂર્વે આહીર બાળકના ભવમાં તપોનિષ્ઠ મુનિરાજને ખીરનું દાન વહોરાવ્યું. દાન આપતી વખતે વિચારસરણીની ત્રુટકતા અને ઠાગાઠેયામાં અટવાયો, જેના કારણે બીજા ભવમાં શ્રીમંત શ્રેષ્ઠીને ત્યાં જન્મ તો થયો અને મધ્યાનના સૂર્યોદય સમાન પ્રખર સુખનો સૂર્યોદય પણ થયો, છતાં මෙමෙ මෙමෙ මෙමෙ
මෙ