________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪પ
એ અવસર રવિ આથમ્યો, કીધ પ્રભાનિજ બંધ; તપણું તે ચેત્યો નહિ, જ્ઞાન નયનનો અંધ. કમલ મીચામાં સર્વ ત્યાં, રઢીઆળી થઈ રાત; કમલપાત્ર વચમાં રહી, કરતા ઘટમાં ઘાટ. ખટપદ તું જાતે અને, સરવર વિશ્વ સુજાણ; વિવિધ દિલાસો કમલમાં, ઉપર જાય અજાણ. જાણ હસ્તિ તે કાલ છે, આ તન આવીખાય;
અંતે ગદગદ વદી શકે, કરે કેમ ઉપાય. ” કવિઓનું મુખ્ય લક્ષણ પ્રેમ છે. જેમ પ્રેમલક્ષણુ ભક્તિ વગર કોઈ પણ કવિ કવિતા લખી શકતો નથી, પ્રેમ એજ મનુષ્યને આત્મા છે અને પ્રેમ છે એજ પરબ્રહ્મરૂપ છે. જ્યાં પ્રેમ નથી ત્યાં કશુંયે નથી. પ્રેમ શબ્દ બોલો જેટલું સહેલું છે તેટલો જ પ્રેમને જાગ્રત કરે મુશ્કેલ છે. પ્રેમ એક અલૌકિક ચીજ છે. પ્રભુના સ્વરૂપનું વર્ણન કરવા માટે જેમ કે શબ્દો નથી તેમ પ્રેમને બતાવવા માટે પ્રેમ સિવાય બીજો કોઈ શબ્દ હૈયાતી ધરાવતો નથી. પ્રેમનો માર્ગ ઘણે વિકટ છે, પ્રેમ માટે કંઈકના પ્રાણ ગયા છે, કંઈક ઘેલાં થયાં છે અને વનવટ ભટકયાં છે. કવિ પણ પ્રેમની વાટ ઉપર લખતાં કહે છે કે –
* શિળી છાયામાં બેસવું દિન કેઈ; કદિ તાપમાં બેસવું છેક રોઈ. અશાંતિ અને શાંતિ એને વરી છે; અરે પ્રેમની વાટડી આકરી છે. જુઓ ચાતક સ્વાતિનાં ભોગી છે; વિના સ્વાતિના વારિએ રેગીઆં છે. પિપાસે મરે વાત ક્યાં એ પરી છે; અરે પ્રેમની વાટડી આકરી છે. ન ખાવું ન પીવું ન રહેવું ન જાવું;
For Private And Personal Use Only