________________
મેં એક વાત સાંભળી હતી કે આવી રીતે ભમરીનુ ગુંજન સાંભળીને અંદરની ઈયળ ભાનમાં આવ્યા બાદ એકદમ ભયભીત થઈનેહમણાં ભમરી આવશે ને મને મારી નાંખશે. આવું સંવેદન ઈયળને થતાં તે ભયથી ભમરીનું વારંવાર ધ્યાન કરતાં ઈયળ ભમરી બની જાય છે. જે જેનું ધ્યાન કરે તે તેના જેવો 3 થાય,
રાક્ષસીઓએ કહ્યું : પણ તમે ચીસ શા માટે પાડી ! તેનું કારણ સમજાયું નહીં! સીતાએ કહ્યું : આ દ્રશ્ય જોયા પછી મને વિચાર આવ્યો કે આર્યપુત્ર રામનુ હું અહર્નિશ ધ્યાન ધરું છું તો હું રામ તો નહીં બની જાઉંને !
હું રામ બની જાઉં તો અમારો રામસીતા તરીકેનો સંસાર શી રીતે ચાલે! ના મારે રામ બનવુ નથી તો શું મારે રામનું નામ લેવાનું બંધ કરી દેવું ! ઓહ....! એ તો બની જ ના શકે ! એ તો મારા પ્રાણ છે, સર્વસ્વ છે... અને આ વિચારે હું મુંઝાઈ ગઈ અને મોટેથી ચીસ નીકળી ગઈ,
[ આ વખતે એક વૃદ્ધા જોરથી હસી પડી. એણે સીતાજીને કહ્યું : આજ સુધી
૧૬૮
૬થાની ક્યારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org