Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 192
________________ અમ કુળ રાજપુરમાં રાજસેન રાજા અને રામ પુરમાં વીરસેન રાજા રાજ કરતાં હતા. એકવાર વીરસેન રાજાએ પોતાના મિત્ર રાજસેનને નારંગી જેવા ફળ ભેટ મોકલ્યા. આ ફળને તે લોકો અમર ફળ કહેતા હતા. અને માનતા કે આ ફળ ખાવાથી આયુષ્ય વધી જાય. આ નારંગી જેવા ફળ ખૂબ જ દુર્લભ ગણાતા હતા. રાજસેને તો મોટો દરબાર ભર્યો અને વીરસેનની એ અમૂલ્ય ભેટ પોતાના દરબારીઓ જોઈ શકે તે માટે દરબારમાં એ ફળને ફેરવવાનો હુકમ કર્યો. હજુરીયાઓ ફળ લઈને બધાને બતાવવા લાગ્યા. એટલામાં એક દરબારીએ થાળમાંથી ફળ ઉઠાવીને ખાવા માંડ્યું. સભામાં સન્નાટો છવાઈ ગયો. રાજાના ગુસ્સાનો પાર ન રહ્યો. તેમણે હુકમ કર્યો કે ઉડાડી દો એ બદમાશનું માથું, આસાંભળીને પેલોદરબારી રોવા લાગ્યો. રાજાએ ગુસ્સે થઈને કહ્યું : મોતનો ડર હતો તો ગુનો શા માટે કર્યો ! દરબારી બોલ્યોઃ મહારાજ હું મારા મોતનાં ભયથી નહિ પણ થાની ક્યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only ૧૮૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194