________________
૪૫
કર્મગ્રંથ - ૩ ત્રીજા ગુણઠાણે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. ચક્ષુદર્શન - અચક્ષુદર્શન માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: આ જીવોને ૧ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલે ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠી ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના પહેલાં ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના બીજાથી છઠ્ઠા ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના રજા ભાગે ર૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. કૃષ્ણ - નીલ - કાપોત લેશ્યાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક, ૧ થી ૬ હોય છે. તેથી આહારકદ્ધિકનો બંધ કરતાં નથી. ઓથે ૧૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે.